For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે એશિયન ચેમ્પિયનશિપમાં નહીં રમે

વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે એશિયન ચેમ્પિયનશિપમાં નહીં રમે

ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.

Advertisement

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનૂ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે. ૪૯ કિગ્રા વેઇટ કેટેગરીમાં રમનારી ચાનૂએ આઇડબલ્યૂએફ ગ્રાન્ડ પ્રિકસ ૨ માં કોઈ વજન ઉપાડ્યું ન હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં ૩ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે ફિટ થશે.

પરંતુ ચાનુએ મંગળવારે પીટીઆઈને કહ્યું હતું કે હું આ વખતે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ નહીં. હું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું પસંદ કરીશ. પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમો અનુસાર, વેઇટલિફ્ટર માટે ૨૦૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ૨૦૨૪ વર્લ્ડ કપમાં ભાગ લેવો ફરજિયાત છે. આ બે ટુર્નામેન્ટ સિવાય ૨૦૨૨ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, ૨૦૨૩ અને ૨૦૨૪ કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સ, ૨૦૨૩ ગ્રાન્ડ પ્રિકસ વન અને ૨૦૨૩ ગ્રાન્ડ પ્રિક્સ ટુમાંથી કોઈપણ ત્રણમાં ભાગ લેવો વેઇટલિફ્ટર માટે જરૂરી છે. એશિયન ચેમ્પિયનશિપમાં ન રમવાથી ચાનૂની ક્વોલિફિકેશન પર કોઈ અસર નહીં પડે. તે હાલમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેન્કિંગમાં બીજા ક્રમે છે.

Advertisement

Advertisement
Advertisement