For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Vapi: ગુજરાત બોર્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ સલવાવમાં ફાયર સેફટી ટ્રેનિગનો કાર્યક્રમ યોજાયો

05:29 PM Jun 13, 2024 IST | Satya Day News
vapi  ગુજરાત બોર્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ સલવાવમાં ફાયર સેફટી ટ્રેનિગનો કાર્યક્રમ યોજાયો

Vapi: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત, ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સલવાવ ખાતે તા. ૧૩ મી જૂન ૨૦૨૪ ગુરૂવારના રોજ ફાયર સેફટી ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ અવસરે સ્પોર્ટ્‌સ ટીમ ટ્રેનર પ્રિયાંક પટેલે તરીકે ઉપસ્થિત રહી આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાનો, અન્યનો અને માલ- મિલકતનો ઓછામાં ઓછુ નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનો દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો તથા તેનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપી રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા દરેક શાળા અને કોલેજાેની ઈમારતોમાં ફાયર સેફટીના ઉપકરણો લગાડવા ફરજીયાત કરેલ છે.

અમારી શાળામાં અગ્નિશામક સાધનોઉપલબ્ધ છે, તેમજ દરેક અગ્નિશામક સાધનો સમયાનુસાર મેન્ટેનન્સ, રીપેર, રિફીલીંગ કરાવવામાં આવે છે. આવી ટ્રેનિંગ દ્વારા આફત સમયે કઈ રીતે બચાવી શકાય તેવી શ્રેષ્ટ ટ્રેનિંગ યોગ્ય ટ્રેનર દ્વારા મળી. આવી શ્રેષ્ઠ તાલીમ આપવા બદલ શાળાના આચાર્ય શ્રીમતી રીનાબહેન દેસાઈ એ ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement