For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

BJP: નવો ભાજપ અટલે પક્ષપલટુ મોદી પક્ષ, 25 ટકા ઉમેદવારો પલટીબાજ. દિલીપ પટેલ દ્વારા...

03:28 PM May 16, 2024 IST | દિલીપ પટેલ
bjp  નવો ભાજપ અટલે પક્ષપલટુ મોદી પક્ષ  25 ટકા ઉમેદવારો પલટીબાજ  દિલીપ પટેલ દ્વારા

BJP: ચૂંટણી લડવા માટે પક્ષ બદલીને નેતાઓને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો 25 ટકા પક્ષપલટુ છે. ગુજરાતમાં પણ ભાજપે પક્ષપલટુઓને ઉમેદવારો બનાવી દીધા છે. ભારતીય રાજકારણમાં તે અસામાન્ય છે.

Advertisement

લોકસભા ચૂંટણીમાં ભાજપે ચોથા ભાગ અર્થાત 25 ટકા ટીકીટ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને આપી છે. ભાજપના 435 માંથી 106 ઉમેદવારો એવા છે કે જે છેલ્લા 10 વર્ષ દરમ્યાન અન્ય રાજકીય પક્ષમાંથી ભાજપમાં જોડાયા હતા તેનાથી પણ મહત્વની વાત એ છે કે 106 પૈકીનાં 90 ઉમેદવારો તો છેલ્લા પાંચ વર્ષમાં જ ભાજપમાં સામેલ થયા હતા.

જેમાં ગુજરાતના 3 ઉમેદવારો છે. વિધાનસભાના ગુજરાતના 5 ઉમેદવારો છે.
  • જામનગરના ભાજપના ઉમેદવાર પુનમ માડમ મૂળ કોંગ્રેસ કુળના અને તેઓ ભાજપમાં પક્ષપલટો મારીને ગયા છે.
  • ચૈતર વસાવા મૂળ ટ્રાટબલ પાર્ટીના સભ્ય હતા. તેઓ પક્ષપટી મારીને આમ આદમી પક્ષમાં ગયા હતા.
  • પાટણના ભરતસિંહ ડાભી, ખેરાલુ વિધાનસભામાં તેમના પિતા કોંગ્રેસના ધારાસભ્ય હતા.
  • ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જે કોંગ્રેસના હતા.

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પક્ષમાં સભ્ય ન હોવા છતાં તેમને ટિકિટ આપી હતી. તેમના કુટુંબ કોંગ્રેસમાંથી ચૂંટાતું હતું. મહેન્દ્રસિંહ બારૈયા તેમના પતી છે. તેમના પતિ કૉંગ્રેસમાંથી પ્રાંતિજના ધારાસભ્ય હતા. 2012થી 2017માં તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય થયા હતા. તેમજ 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પાતળી સરસાઈ એટલે કે માત્ર 2,000 મતથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. તેઓ પછી ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કર્યો હતો.

Advertisement

5 ધારાસભાની પેટા ચૂંટણીમાં તમામ ભાજપમાં પલટી મારીને ગયેલાં પક્ષપટલું છે.

આવા ઉમેદવારોનું સૌથી વધુ પ્રમાણ આંધ્રપ્રદેશમાં છ ઉમેદવારોમાંથી એક સિવાયના તમામ 2019 અને 2024 વચ્ચે બીજી પાર્ટીમાંથી આવ્યા છે.

તેલંગાણામાં ભાજપના 17 ઉમેદવારોમાંથી લગભગ બે તૃતીયાંશ અન્ય પક્ષોમાંથી પક્ષાંતર કરીને આવ્યા છે. આ ચૂંટણી પહેલા આવા 11માંથી 6 ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા.

હરિયાણામાં ભાજપના 10 માંથી 6 ઉમેદવારોએ 2014 થી પક્ષ બદલી નાખ્યો છે. નવીન જિંદાલ અને અશોક તંવર - વર્તમાન લોકસભા ચૂંટણી પહેલા જ પાર્ટીમાં જોડાયા હતા.

પંજાબમાં ભાજપના 13 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારો અન્ય પક્ષોમાં હતા. કેપ્ટન અમરિંદર સિંહ સાથે કોંગ્રેસ છોડી દીધી પરંતુ જ્યારે તેમણે તેમના નવા સંગઠનને ભાજપમાં ભેળવી દીધું.

ઝારખંડમાં 13માંથી 7 ઉમેદવારો એક દાયકા કે તેથી ઓછા સમયથી અન્ય પક્ષોથી પલટી મારીને આવ્યા છે. સીતા સોરેન છે, જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી છે, જે ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

ઉત્તર પ્રદેશમાં એક દાયકામાં ભાજપના 74 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારો 2014 થી અત્યાર સુધીમાં બીજેપીમાં જોડાયા છે. આ રાજ્યમાં પાર્ટીના 31% ઉમેદવારો છે.

ઓડિશામાં 29% અને તમિલનાડુ 26% ઉમેદવારો ભાજપના પક્ષપલટી મારીને આવ્યા છે.

મહારાષ્ટ્રમાં એક ચતુર્થાંશ ઉમેદવારોએ પક્ષપલટી મારીને આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આવા ઉમેદવારોનું પ્રમાણ મહારાષ્ટ્ર જેવું જ છે.

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પણ 2014થી પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારો છે.

ભાજપનાં 25 ટકા ઉમેદવારો આયાતી છે.

ભાજપનું વર્ચસ્વ ધરાવતા ઉતરપ્રદેશનાં 74 માંથી 26 ઉમેદવારો ‘પક્ષપલટુ’ છે.

Advertisement
Tags :
Advertisement