For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gandhinagar: ગાંધીનગર મેયરની પસંદગીના સસ્પેન્સનો અંત, મીરાબેન પટેલની સર્વાનુમતે વરણી

04:11 PM Jun 18, 2024 IST | Satya Day News
gandhinagar  ગાંધીનગર મેયરની પસંદગીના સસ્પેન્સનો અંત  મીરાબેન પટેલની સર્વાનુમતે વરણી

Gandhinagar: પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. જેમાં ગાંધીનગરને બીજીવાર મહિલા મેયર મળ્યા છે. નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ કોબા વોર્ડમાંથી જીત્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, મીરા પટેલ કોબા વોર્ડમાંથી 8635 મતથી જીત્યા હતાં.

સાથે જ આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળશે જેમાં મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે. જેમાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.

Advertisement

આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતાં,

પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારપછી નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત્ ૧૦ જૂનના સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતાં, પરંતુ કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા ગઈકાલે સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતાં. હવે આજે તેના પર મહોર લાગી જશે.

Advertisement
Tags :
Advertisement