For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Rajkot: અગ્નિકાંડને લઈ કોંગ્રેના રાજકોટ બંધને સફળતા, અનેક વિસ્તારો સ્વંયભૂ બંધ રહ્યા, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

03:42 PM Jun 25, 2024 IST | Satya Day News
rajkot  અગ્નિકાંડને લઈ કોંગ્રેના રાજકોટ બંધને સફળતા  અનેક વિસ્તારો સ્વંયભૂ બંધ રહ્યા  પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Rajkot: રાજકોટના ગેમ ઝોનમાં 25મી મેના રોજ થયેલા અગ્નિકાંડને એક મહિનો પૂરો થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જેની આશિંક અસર સવારથી જ જોવા મળી રહી છે. બંધના એલાનમાં પગલે વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટમાં પહોંચ્યા છે. આ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇને જો કોઇ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે.

Advertisement

કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી. બંધના એલાનના પગેલ રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસયુઆઈના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. આથી પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Advertisement

પોલીસ કમિશનરે સતત પેટ્રોલીંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. પોલીસે કહ્યું છે કે જબરદસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે.જ્યારે રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડના વેપારીઓએ બપોરના 2.30 વાગ્યા સુધી બંધ પાળી પીડિતોને શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓએ માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે.

આ એક મહિનામાં એક IAS,ચાર IPSને હટાવાયા છે તો બે પીઆઈ સહિત સાત અધિકારી સસ્પેન્ડ કરાયા છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં ગેમઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઇટીએ પણ તેનો અહેવાલ સરકારને સોંપી દીધો છે.

Advertisement
Tags :
Advertisement