For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

શું શોએબ મલિકે સના જાવેદ સાથે લગ્ન કર્યા? સાનિયા મિર્ઝાથી છૂટાછેડાની અફવાઓએ પકડ્યું જોર

12:17 PM Jan 20, 2024 IST | Hemangi Gor - Satya Day Desk
શું શોએબ મલિકે સના જાવેદ સાથે લગ્ન કર્યા  સાનિયા મિર્ઝાથી છૂટાછેડાની અફવાઓએ પકડ્યું જોર

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. હવે અફવાઓ સામે આવી છે કે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે.

Advertisement

શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે આજે એક્ટર સના જાવેદ સાથે લગ્ન કર્યા છે.

SANA JAVED

Advertisement

તમને જણાવી દઈએ કે આ પહેલા તેમના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. જેના પર હવે લગ્નની મહોર લગાવી દેવામાં આવી છે. શોએબ મલિકના પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્નેતર સંબંધ છે. PAKના ભૂતપૂર્વ કેપ્ટનની એક વાયરલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે હવે ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે સના જાવેદ પણ છૂટાછેડા લઈ ચૂકી છે. પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાંની એક સના જાવેદે 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. 28 વર્ષની સના જાવેદ પાકિસ્તાનના ઘણા ટીવી શોમાં જોવા મળી છે, તેના ઘણા પ્રખ્યાત શો છે જેમાં એ મુશ્ત-એ-ખાક, ડંક અને અન્ય સામેલ છે. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement