For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

On-one-leg-Rajkot-Ram-Bambhwa-blew-away-players-from-China-and-Dubai

on one leg rajkot ram bambhwa blew away players from china and dubai

માણસની તાકાત એના આત્મામાં હોય છે અને આત્મા ક્યારેય વિકલાંગ હોતો નથી... પગે પોલિયો હોવા છતાં પણ રાજકોટના રામે દેશ અને વિદેશમાં પોતાની તાકાત અને વિશ્વાસ સાથે સ્પોટ્ર્સમાં ગોલ્ડ મેડલ મેળવીને હવે આગામી 2024 માં પેરિસ ખાતે યોજાનારી પેરા ઓલમ્પિક માટેની તૈયારીમાં લાગી ગયા છે. રીક્ષા ચાલકના આ પુત્રએ સાધારણ પરિવારના હોવાં છતાંય અસાધારણ સફળતા મેળવી છે. થોડા સમય પહેલા દુબઈ ખાતે યોજાયેલી એશિયન ગેઇમ્સ અને ચાઇના ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ખેલાડીઓને અપાવી પાવર લિફ્ટિંગમાં રાજકોટનું પાણી બતાવ્યું હતું ને રાજકોટનું ગૌરવ બન્યા છે. મૂળ વતન સાબરકાંઠાના ભરવાડ પરિવારના બાબુભાઈ ના પુત્ર રામનો એક પગ પોલિયો એ છીનવી લીધો, એ સમયે આ પરિવારને રામની સારવાર માટે રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, આથી સાબરકાંઠા છોડીને પરિવારના સભ્યો રામની સારવાર માટે રાજકોટ ખાતે સ્થાયી થઇ ગયા. નાનપણમાં રામની આ બીમારીને લાચારી તરીકે જોવામાં આવતી હતી, બધાના મોઢેથી એક જ વાત નીકળતી બિચારાંનો એક પગ કામ નથી કરતો,અપંગ છે..

Advertisement

આવી બધી વાતો નાનકડા ગામના કાને પડતી પરંતુ રીક્ષા ચાલક પિતા પોતાના પુત્રને શિક્ષણ આપવામાં ક્યાંય કચાસ ન રાખી, યોગ્ય શિક્ષણ અને કેળવણી મળતા રામ ની વિચાર શક્તિ પણ સમય સાથે ખીલી અને ભગવાને આપેલી ખોટ એ લાચારી નથી પણ તાકાત છે, જેને પારખવાની શક્તિ હોવી જોઈએ તેવું જણાવતા રામ કહે છે કે , મારો એક પગ પોલિયોગ્રસ્ત હોવા છતાં પણ પાવર લિફ્ટિંગમાં હું નોર્મલ ખેલાડીને સરળતાથી બીટ આપી શકુ છું. જ્યારે તમારામાં રહેલી સક્ષમતા ને તમે ઓળખો છો ત્યારે દુનિયાને તમારી તાકાત બતાવવાની જરૂરત નથી. આજકાલ સાથેની ખાસ મુલાકાતમાં રામએ જણાવ્યું કે,તે ત્રણ વર્ષનો હતો ત્યારથી તેને પોલિયોની અસર થઈ હતી. પોલિયોની અસર હોય એટલે સામાન્ય માણસની જેમ કામ કરવું, રમવું અઘરું થઈ જતું હોય છે. એવામાં રામને તો નાનપણથી જ રમતગમતનો શોખ.. પોલીયોની અસર હોવા છતાં રામે હિંમત ન હારી, પરિવારે પણ ખૂબ સપોર્ટ કર્યો અને 2010માં ખેલ મહાકુંભમાં ભાગ લીધો. એ પછી 2017માં પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. જેમાં પહેલી જ અટેમ્પમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ અને ત્યારબાદ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યું. ત્યારપછી બેંગલોર ગયા બાદ 4 વર્ષ રહી 3 સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કયર્.િ ત્યાંથી આંતરરાષ્ટ્રીય લેવલની સ્પધર્િ દુબઈમાં યોજાઇ હતી. જેમાં પણ રામે છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. આ સિવાય જો ગર્વ લેવા જેવી વાત તો એ છે કે હવે રામ જો પેરા ઓલમ્પિક માટે સિલેક્ટ થશે તો પેરિસ રમવા માટે જશે.

બાહોશ રમતવીર ની સાથો સાથ હાલમાં રામ જામકંડોરણા ના રાયડી ખાતે તલાટી તરીકે ફરજ બજાવે છે અને તેનું સ્વપ્ન છે કે તેને ક્લાસ વન અધિકારી બનવુ છે. ઇન્કમટેક્સ અધિકારી બનતા અણી ચૂકેલા રામ હાલમાં તેના સ્વપ્નને સાકાર કરવાની તનતોડ મહેનત કરી રહ્યો છે. રાજકોટના રામ માટે એટલું તો ચોક્કસ કહી શકાશે કે, મંજીલે ભી જીદી...રાસ્તે ભી જીદી..દેખતે હૈ કબ ક્યાં હો...હોસલે ભી જીદી.....

Advertisement

Advertisement
Advertisement