For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

સઉદી અરેબિયામાં મેસ્સી અને રોનાલ્ડોની ટક્કર, ક્યારે થશે જાણો?

સઉદી અરેબિયામાં મેસ્સી અને રોનાલ્ડોની ટક્કર  ક્યારે થશે જાણો

વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો સઉદી અરેબિયામાં પહેલી ફેબ્રુઆરીના રોજ આમને સામને ટકરાશે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો આ મેચની રાહ જોઇ રહ્યા છે.
મેસ્સીની ટીમ ઈન્ટર મિયામીએ સોમવારે પુષ્ટી કરી હતી કે તે સાઉદી અરેબિયામાં રિયાદ સીઝન કપ રમશે.

Advertisement

તેની મેચ 29 જાન્યુઆરીએ અલ હિલાલ અને 1 ફેબ્રુઆરીએ રોનાલ્ડોની ટીમ અલ નાસર સામે રમાશે. આ બંને ક્લબ સાઉદી પ્રો લીગમાં ટોચ પર છે અને રોનાલ્ડોએ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા છે.

ઇન્ટર મિયામીના સ્પોર્ટિંગ ડિરેક્ટર ક્રિસ હેન્ડરસને કહ્યું હતું કે આ મેચો અમને નવી સીઝનની તૈયારી કરવામાં મદદ કરશે. અમને અલ હિલાલ અને અલ નાસર જેવી મજબૂત ટીમો સામે તૈયારી કરવાની તક મળશે.

Advertisement

મેસ્સી અને રોનાલ્ડો ક્લબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 35 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાંથી મેસ્સીની ટીમ 16 અને રોનાલ્ડોની ટીમ 10 મેચ જીતી છે, જ્યારે નવ મેચ ડ્રો રહી હતી. આ મેચોમાં મેસ્સીએ 21 ગોલ કર્યા જ્યારે રોનાલ્ડોએ 20 ગોલ કર્યા છે. મેસ્સી અને રોનાલ્ડો પણ અનુક્રમે બાર્સેલોના અને રિયલ મેડ્રિડ માટે ઘણી વખત સામસામે ટકરાઇ ચૂક્યા છે.

Advertisement
Advertisement