For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Loksabha Election Result 2024: હવે ભાઈ યુસુફ પઠાણ જીત્યા બાદ ખુશીથી ઉછળી પડ્યા ઈરફાન પઠાણ, આપ્યો આ ખાસ સંદેશ

11:46 AM Jun 05, 2024 IST | Hitesh Parmar
loksabha election result 2024   હવે ભાઈ યુસુફ પઠાણ જીત્યા બાદ ખુશીથી ઉછળી પડ્યા ઈરફાન પઠાણ  આપ્યો આ ખાસ સંદેશ

Loksabha Election Result 2024: ક્રિકેટર યુસુફ પઠાણે લોકસભા ચૂંટણી 2024માં બહેરામપુર સીટથી જીત મેળવી છે. તેમણે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (AITC) વતી ચૂંટણી લડી હતી. યુસુફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 5 વખત સાંસદ અધીર રંજન ચૌધરીને હરાવ્યા છે. યુસુફની જીત પર તેના નાના ભાઈ ઈરફાન પઠાણની પ્રતિક્રિયા સામે આવી છે. ઈરફાને યુસુફની સફળ રાજકીય કારકિર્દી માટે આશા વ્યક્ત કરી અને એમ પણ કહ્યું કે યુસુફ ચોક્કસપણે લોકો માટે સારું કામ કરશે.

Advertisement

ઈરફાન પઠાણે 'X' પર ટ્વિટ કરીને લખ્યું, "યુસુફ પઠાણ, આશા છે કે તમે અતૂટ વિશ્વાસ સાથે આ ઉમદા કાર્યને પૂર્ણ કરશો. તમે અનુભવી નેતાઓને હરાવીને તમારી મુશ્કેલ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. હું આશા રાખું છું કે તમારી પ્રામાણિકતા અને અતૂટ નિશ્ચય સાથે તમે સફળ થશો. સમાજમાં પરિવર્તન લાવવા માટે સક્ષમ છે, જેનાથી લોકોના જીવનને સમૃદ્ધ બનાવશે.

Advertisement

યુસુફ પઠાણને લોકસભા ચૂંટણી 2024માં કુલ 5,24,516 મત મળ્યા છે અને તેમણે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 85,022 મતોના જંગી માર્જિનથી હરાવ્યા છે. યુસુફના હરીફ અધીર રંજનને 4,39,494 વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ડો.નિર્મલકુમાર શાહને 3,71,885 મત મળ્યા હતા.

યુસુફ પઠાણ 2007 અને 2011માં વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ ભાગ રહી ચૂક્યો છે. યુસુફ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા ક્રિકેટરો રાજકારણમાં હાથ અજમાવી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી જીતીને ઘણા ક્રિકેટરો સંસદમાં પહોંચ્યા છે. જેમાં ગૌતમ ગંભીર, નવજોત સિંહ સિદ્ધુ, મોહમ્મદ અઝહરુદ્દીન, કીર્તિ આઝાદ, ચેતન ચૌહાણનો સમાવેશ થાય છે. ગંભીરે ભાજપ વતી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી અને જીતી હતી, પરંતુ આ વખતે તેણે ચૂંટણી લડી ન હતી.

Advertisement
Tags :
Advertisement