For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં 8મી વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે

09:52 PM May 28, 2024 IST | Hitesh Parmar
ind vs pak  t20 વર્લ્ડ કપમાં 8મી વખત ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર  ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે

IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ભારત 11 વર્ષ પછી પણ તેની ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમોને ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે. ચાલો જાણીએ કે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન કેટલી વાર સામસામે આવી ગયા અને કઈ ટીમનો વિજય થયો છે.

Advertisement

આંકડાઓ શું કહે છે?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) 8મી વખત આમને સામને થશે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાતી જોવા મળશે. ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે.

Advertisement

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 5માં જીતનો સ્વાદ ચાખ્યો હતો જ્યારે પાકિસ્તાને 1માં જીત મેળવી હતી. એક મેચ ટાઈ રહી હતી. 2007 T20 વર્લ્ડ કપમાં, બંને ટીમો બે વાર સામસામે આવી હતી અને ફાઈનલ પણ કટ્ટર હરીફો વચ્ચે રમાઈ હતી.

તમામ મેચોની સ્થિતિ એક નજરમાં જુઓ
2007 (ગ્રુપ સ્ટેજ) - મેચ ટાઈ (ભારત બાદમાં બાઉલ આઉટમાં જીત્યું)
2007 (ફાઇનલ)- ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું.
2012 (સુપર-8) - ભારત 8 વિકેટે જીત્યું
2014 (સુપર-8) - ભારત 7 વિકેટે જીત્યું
2016 (સુપર-8) - ભારત 6 વિકેટથી જીત્યું
2021 (ગ્રુપ સ્ટેજ) – પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું
2022 (ગ્રુપ સ્ટેજ) – ભારત 4 વિકેટથી જીત્યું

Advertisement
Tags :
Advertisement