For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: ગુજરાતમાં ગરમીથી ત્રસ્ત લોકોને મળશે રાહત, 18મી મે સુધી માવઠાની આગાહી

06:56 PM May 13, 2024 IST | Hemangi Gor- SatyaDay Desk
gujarat  ગુજરાતમાં ગરમીથી ત્રસ્ત લોકોને મળશે રાહત  18મી મે સુધી માવઠાની આગાહી

Gujarat: રાજયમાં છેલ્લા એક સપ્તાહથી સુર્યદેવ અગનજ્વાળા વરસાવી રહ્યા છે, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં ગરમી 42 ડિગ્રી નોંધાઈ હતી. ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ જતાં હવામાન વિભાગ દ્વારા આગામી 18મી મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી પાંચ દિવસ દરમ્યાન રાજયમાં ગરમી યથાવત રહશે, જયારે આગામી 18 મી મે સુધી રાજયમાં વિવિધ ભાગોમાં માવઠુ થવાની શક્યતા છે.

Advertisement

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ,ગુજરાત ઉપર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ જતાં તેના પગલે આગામી તા.18મી મે સુધી રાજયના દાહોદ, છોટા ઉદેપુર , ડાંગ,નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પંચમહાલ,વડોદરા,મહીસાગર,સુરત,તાપી, બનાસકાંઠા,પાટણ , મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી,અમરેલી, સુરેન્દ્રનગર , બોટાદ,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થશે. તે જ રીતે પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવા સાથે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર આંકડાઓ મુજબ, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિગ્રી, ડીસામાં ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, ,વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, દમણમાં 34 ડિગ્રી, ભૂજમાં 38 ડિગ્રી, નલિયામાં 35 ડિગ્રી, કંડલામાં 38 ડિગ્રી, ભાવનગરમાં 37 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, મહુવામાં 38 ડિગ્રી અને કેશોદમાં 37 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement