For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: મંત્રી પદેથી પત્તું કપાતાં પહેલીવાર બોલ્યાં રૂપાલા, 'પક્ષ કે વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે મને સ્વીકાર્ય'

05:35 PM Jun 15, 2024 IST | Satya Day News
gujarat  મંત્રી પદેથી પત્તું કપાતાં પહેલીવાર બોલ્યાં રૂપાલા   પક્ષ કે વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે મને સ્વીકાર્ય

Gujarat: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવી ગઇ છે. ત્યારે આ વખતે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પરુશોત્તમ રૂપાલા માટે સૌથી મોટો ઝટકો એ રહ્યો કે જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું અને તેમનું પત્તું કપાઈ ગયું. જોકે હવે આ મામલે પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો છે.

Advertisement

PARSHOTTAM RUPALAક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં માથાનો દુઃખાવો બની ગયેલા પરશોત્તમ રૂપાલાને જ્યારે મંત્રીપદ ન મળવા વિશે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આમાં એવું કંઇ છે જ નહીં. મંત્રીપદ આપવું કે ન આપવું તેના કોઈ કારણો ન હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરું છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનના પડકાર છતાં 5 લાખ જેટલાં વોટ માર્જિનથી જીત મેળવી હતી. તેઓ હવે સાંસદ બનતા જ ફરી એક્શનમાં દેખાયા અને રાજકોટની મુલાકાત લઇ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement