For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: સૌરાષ્ટ્ર ભાજપમાં કડાકા ભડાકા, જવાહર ચાવડાના વીડિયોથી ભડકો, મનસુખ માંડવિયા સામે ચઢાવી દીધી બાંયો

05:51 PM Jun 22, 2024 IST | Shakil Saiyed - Political Editor
gujarat  સૌરાષ્ટ્ર ભાજપમાં કડાકા ભડાકા  જવાહર ચાવડાના વીડિયોથી ભડકો  મનસુખ માંડવિયા સામે ચઢાવી દીધી બાંયો

Gujarat: વરસાદી સિઝનમાં આકાશી કડાકા ભડાકા થઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત ભાજપમાં પણ કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલનાં એંધાણ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાના વીડિયોથી સ્પષ્ટ થઈ ચૂકી છે. તેમણે એક વિડીઓ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને એક સંદેશ આપ્યો છે. જો કે ચૂંટણીમાં ભાજપના કોઈ કાર્યક્રમમાં જવાહર ચાવડા સક્રિય જોવા નહોતા મળ્યા, આ સમયે તેઓ કોઈ નવાજૂની કરી શકે છે તે વાતની ચર્ચા જાગી હતી.

Advertisement

સૌરાષ્ટ્રના રાજકારણમાં જેની છાપ એક દિગ્ગજ નેતા તરીકેની છે તેવા જવાહર ચાવડા આજે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીઓ શેર કર્યો છે. વિડીયોમાં જવાહર ચાવડાએ ભાજપનો લોગો હટાવીને નીચે મશાલ લઈને ઉભેલા માણસનું ચિત્ર બતાવીને પોતાને એક ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. તેમણે વિડીઓમાં મનસુખ માંડવિયાને સંબોધીને કરેલા કામોની યાદી ગણાવી હતી અને કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોત તો ચૂંટણી દરમિયાન બોલ્યા હોત.

Advertisement

જો કે આ મુદો પોરબંદર બેઠકથી ચૂંટણી જીતેલા મનસુખ માંડવિયાના વાકબાણ બાદ ઉઠ્યો છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા પર માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાના આરોપ લાગ્યા હતા. જો કે આ બાદ મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપનો સિમ્બોલ લઈને ફરતા લોકોએ કામ કરવું જોઈએ. ચૂંટણી સમયે ઘણા લોકોએ પૂછ્યું હતું કે રિસાયેલા લોકોનું શું કરશું ? ત્યારે કાર્યકારોએ કહું દીધું હતું કે લડી લેશું અને તમે બધાએ લડી લેશું.

જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હોવાના સંકેતો મળી રહ્યા હતા.

તેઓ ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય સક્રિયપણે દેખાયા નહોતા. માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે તેમણે પ્રયત્નો કર્યા હોવાના આરોપ લાગ્યા હતા. આ બાદ મનસુખ માંડવિયાએ આપેલી નિવેદનથી આ વાત વધુ પેચીદી બની હતી. જો કે એક હોટલમાં જમવાનું ન ભાવે તો બીજી હોટલમાં જમવા જવાઈ એવું કહીને ભાજપમાં જોડાનાર જવાહર ચાવડા હવે કોની પડખે જઈને ઊભા રહેશે તે ચર્ચાનો વિષય છે.

Advertisement
Advertisement