For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: માર્ગ બનાવવા બિનખેતીનું 200 કરોડનું કૌભાંડ

04:19 PM Jul 10, 2024 IST | દિલીપ પટેલ
gujarat માર્ગ બનાવવા બિનખેતીનું 200 કરોડનું કૌભાંડ
 • પાલનપુરમાં રીંગરોડ બને તે પહેલાં 45 જમીનોના એન એ કઈ રીતે થયા
 • ખેતીની જમીનને બિનખેતી કરી સરકારને કરોડોનું નુકસાન કરાવ્યું
 • માર્ગ બનાવવામાં કેવા ગોટાળા થયા તેની સરકારમાં ફરિયાદ કરાઈ

Gujarat: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમા હાઇવે સર્કલ પર ટ્રાફિક જામ એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. પાલનપુરના 40 હજાર લોકોને માટેનો આ પ્રશ્ન 15 વર્ષથી છે. 50 હજાર વાહનો નોંધાયેલાં છે. અહીં રોજના 70 હજાર વાહનો પસાર થતાં હોવાની ધારણા છે.

Advertisement

પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે બાયપાસ માર્ગ બનાવવા માટે રૂ. 300 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ધોરીમાર્ગ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીનનું વળતર આપવા માટે સરકારે રૂ. 80 કરોડ નક્કી કર્યા છે.

પાલનપુર શહેરની ફરતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કિલોમીટર લાંબા ચાર માર્ગીય બાયપાસ બનાવનો છે. પશ્ચિમ દિશા તરફના બાયપાસ માટે એક રેલવે ઓવરબ્રિજ, એક નદી પરનો બ્રિજ અને જમીન સંપાદન કામગીરી માટેની દરખાસ્ત બનાવીને સરકારે મંજૂર કરી હતી.

Advertisement

બાયપાસ માટે 60થી 100 મીટર જમીન સંપાદન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખેડૂતોએ તેનો વિરોધ કરતાં તે 30 મીટર કરવામાં આવ્યું હતું.

150 હેક્ટર જમીન 60 મીટર પ્રમાણે થતી હતી. જે 30 મીટરનો થતાં હવે 75 હેક્ટર (185 એકર) જમીન સંપાદન કરવાની છે. બાયપાસ હાઇવે ટચ જમીનોના ભાવ વધી ગયો છે.

તેમાં 15 ગામોના ખેડૂતોની કિંમતી જમીન જાય છે. પાલનપુરના જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલાં 24 કિલોમીટર લાંબા બાયપાસમાં 75 હેકટર જમીન સંપાદન કરવાની થશે.

16 ગામોના સરવે નંબર પંચાયતને સોંપાયા હતા. ખેડૂત ખાતેદારોને પંચાયતમાં તલાટીએ મળવા બોલાવીને જમીન સંપાદન કરીને સરકારને આપવા માટે કહ્યું હતું. જમીન સંપાદન માટેના સર્વે નંબર અને ગામના નકશા જાહેર કર્યા હતા.

પાલનપુર સીટી બાયપાસ માટે મોટી જમીન સંપાદન કરવામાં આવતી હોવાથી ખેડૂતોને વાંધો હતો. જેમાં 50 ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. તેથી જમીન સંપાદન 30 મીટર કરવામાં આવ્યું હતું. કિસાન સંઘના બનાસકાંઠાના પ્રમુખ માવજી લોહે વિરોધ કર્યો હતો.

જમીન સંપાદન કરવા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જમીન મેળવવા સામે વિરોધ કરીને કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર આપવા માંગણી કરી હતી. મોં માગ્યું વળતર ન આપવું હોય તો સામે એવી જ જમીન આપવા માંગણી હતી.
ખેડૂતોએ વિરોધ કરતાં કામ ખોરંભે પડી ગયું હતું.

મહેસુલ વિભાગે ફેબ્રુઆરી 2024માં જાહેરનામા બહાર પાડ્યા હતા જેમાં જમીન સંપાદન અંગે નિયમ બતાવેલો છે તેમાં શરત 3માં સ્પષ્ટ કહ્યું છે કે, નોંધણીમાં ફેરફાર કરવા કે નામ બદલા નહીં. જો તેમ થશે તો વળતર મૂલ્યાંકન વખતે તે ફેરફાર ધ્યાનમાં લેવાશે નહીં.

આમ જમીનને બિનખેતી કરી ત્યારે તે અધિકારી જાણતાં હતા તે જાહેરનામું અને પ્લાન તૈયાર કરાયા છે.

આવા 33 હેક્ટર જમીન છે, જેમાં ગોલમાલ કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

સામે જમીન આપો એવી માંગણી કરવામાં આવી હતી. ખેડૂતો આત્મહત્યા કરશે.

અધિકારીઓ બિનખેતી કરવાનું કામ કરવા માટે 2થી 3 વર્ષ લેતાં હોય છે તે કામ 20થી 25 દિવસમાં પૂરું કરી દીધું હતું. કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓએ ભાગીદારીમાં જમીનો લઈ લીધી છે.
બિન ખેતી થઈ જતાં તેનો ભાવ 4થી 10 ગણો વધી ગયો છે. તેથી સરકારે 4થી 10 ગણું વળતર ચૂકવવું પડશે.

એન એ કરી દીધા બાદ બાકીનું કામ 11 મહિનામાં પૂરું કરી દીધું હતું. હવે વળતરનું ખર્ચ 180 કરોડ થઈ જશે.

2022માં 380 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો જે હાલ રૂ. 600થી 700 કરોડનો થઈ ગયો છે. તેથી હવે સવાલ એ આવીને ઊભો છે કે પ્રોજેક્ટ થશે ખરો.

ગામોની જમીન બિનખેતી કરાવી

જગાણા, ભાગળ, વાસણા, ભાવિસણા, સાગ્રોસણા, વેડંચા, એંગોલા, ખોડલા, ચડોતર, પખાણવા, મલાણા, લુણવા, મોરીયા, દેલવાડા, સોનગઢ દેમોની જમીન મેળવવા માટે ડેસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં જમીન મેળવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા જેની ખેતીની જમીન બિનખેતી કરી હતી.

માર્ગ બનાવનો પ્લાન તૈયાર કરાયો તે પહેલાં આ ગામની જમીનો બિનખેતી કરવાની માંગણી કલેક્ટર પાસે આવી ન હતી. પ્રોજેક્ટનો નકશો તૈયાર થયો તેની સાથે જ આ જમીનો બિનખેતી કરી આપવા એકાએક અરજીઓ આવવા લાગી હતી.

અનેક નિયમોનો ભંગ કલેક્ટર દ્વારા થયો છે.

જેમાં આ 15 ગામની 75 જમીનો માટે અસામાન્ય ઝડપે ખેતીની જમીન બિન ખેતી કરી દેવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગે ઓછા ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવા ડિઝાન કરી તેનો અંદાજ સરકારને આપ્યો હતો. જે રૂ. 80 કરોડ જેવો હતો. પણ ખેતીની જમીનમાં જે વળતર આપવાનું થતું હતું કે રાતોરાત બિનખેતીની જમીન કરી દેવાનું કૌભાંડ થતાં તેનો વળતરનો ખર્ચ વધીને રૂ.200થી 250 કરોડ થઈ ગયો છે.

જમીન એન એ કરવા માટે રૂ. 50 કરોડ ખેડૂતો પાસેથી પડાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. જેમાં રૂ. 50 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવામાં આવે છે. સરકારને રૂ. 200 કરોડના ખાડામાં કલેક્ટર કચેરીએ ઉતારી દીધી છે.

આમ, અગ્રતાક્રમ રાખીને હેતુફેર કરેલી જમીનમાં મોટા કૌભાંડો થયા છે. ખેડૂતોને 4 ગણી રકમ અપાશે. જેમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓનો અડધો ભાગ હોવાનું માનવામાં આવે છે.

સરકારે એક વર્ષની ફાઈલોની તપાસ કરવા માટે માંગણી કરી છે. માર્ગ મકાન વિભાગનો ગુપ્ત પ્લાન ખેડૂતો સુધી એકાએક કઈ રીતે પહોંચી ગયો તેની તપાસની માંગણી કરવામાં આવી છે.

વિકાસ નકશો વિવાદમાં

પાલનપુર શહેરનો વિકાસ નકશો 10 વર્ષથી બની રહ્યો છે. 3 વખત મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગર વિકાસ કમિશ્નરે પરત મોકલતાં રહ્યાં છે. ડી પી રોડમાં છેડછાડ કરવામાં આવી હોવાની ફરિયાદો હતી. 80 વાંધા હતા. ગણેશપુરાના ખેડૂતોએ મંગળવારે પાલિકા કચેરીએ આવી હંગામો મચાવ્યો હતો, તેમજ આવેદનપત્ર આપી ડીપી રોડ નામંજૂર કરવા રજૂઆત કરી હતી. ગેરરીતિ કરવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે ભાજપ તેમજ પાલિકાના કેટલાક પદાધિકારીઓ દ્વારા તે વિકાસ નકશો રદ કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. વિકાસ નકશો 2014માં મંજૂર થવો જોઈતો હતો, 2024માં મંજૂર થયો નથી.

15 ગામોમાં ચોરસ મીટરના રૂ. 1500થી 3500 ભાવ છે. જો બાયપાસ બની જતાં બે ગણા ભાવ થઈ શકે છે. અહીંથી રોજના 50 હજાર વાહનો પસાર થશે જે પાલનપુરમાં નહીં જાય, તેથી આ માર્ગનું મહત્વ વધી જશે.

અહીં સરવે કરીને એક મહિનાથી ખુંટ લાગી ગયા છે. કેટલાક ખેડૂતોનો વિવાદ ચાલુ છે. તે કલેક્ટરે ટકવા દીધો નથી. હવે અહીં પુલ બનાવવા, પગે ચાલીને કે ગામના લોકો વાહન લઈને માર્ગને ઓળંગવા માટે અંડરપાસ કેટલાં બને છે તે જોવાનું છે. અહીં એક અંદાજ પ્રમાણે 20 અંડરપાસ અને 3 હવાઈ પુલ બની શકે છે. વરસાદી પાણીના નાળા બનાવવા પડશે. ખેડૂતોના ખેતરમાં પાણી ન ભરાઈ રહે તે માટે 50 જેવા નાના નાળા કે પાઇપ નાખવા પડશે.

24 કિલોમીટરના માર્ગ માટે હવે રૂ. 300 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

હવે અહીં મોટા પાયે વૃક્ષો કાપવાના આદેશ કરાશે.

સરકારે કોઈ વળતર જાહેર કર્યું નથી તેની ચૂકવણી કરી નથી. પણ અહીં 160 કરોડ રૂપિયા 115 સરવે નંબર માટે આપવામાં આવશે. રૂ. 80 કરોડ પ્રમાણે એક સરવે નંબરને સરેરાશ રૂ. 55 લાખ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. બિનખેતીના 45 સરવે નંબરોને રૂ.2 કરોડ સરેરાશ આપવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે.

એક નિયમ એવો છે કે, કોઈ પણ હાઈવે કે માર્ગની પહોળાઈ 150થી 200 મીટર હોવી જોઈએ. પણ પાલનપુરમાં તે પહોળાઈ કેટલીક જગ્યાએ વધારે છે. જે જમીનોમાં ગોટાળા કરવા માટે વધારે પહોળાઈ રાખવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

જમીનોના ગોટાળા થયા છે તેની લીંક પાલનપુરથી લઈને ગાંધીનગરના માર્ગ અને મકાન તથા મહેસુલ વિભાગ સુધી જોડાઈ રહી છે.
જાણભેદુ કેટલાક લોકોએ અહીં પહેલાંથી જ સસ્તામાં જમીન લીધી છે. પછી જાહેરનામું બહાર પડ્યું હતું. જે માર્ગ બની જતાં ઘણી કિંમત મેળવશે. માર્ગમાં જશે તો પણ અને નહીં જાય તો તે વેપારી ભાવે વેચાશે.

જાહેરનામું બહાર પાડવાનો વિલંબ કરીને અહીં મોટા પાયે જમીનના સોદા થયા છે. તેથી સરકારે તપાસ કરવી જોઈએ.

અહીં રાજ હીત અને જનહીત જોવાયું નથી. અધિકારી અને નેતાઓનું હીત વધારે જોવામાં આવ્યું છે. તેથી સરકારે આ માર્ગ પરની જમીન અંગે તપાસ કરવી જોઈએ. 25 કિલોમીટરમાં 115 સરવે નંબર આવે છે. તેમાંથી 60 ટકા જમીન પહેલા લેવાઈ ગઈ છે.

મલાણાથી શરૂ થાય છે ત્યાંથી પાલનપુલ, સોનગઢ, ચોડોતર, ભાવિસ્ણા, વાસણા, દેલવાડા જેવા ગામોના મોટા સોદા થયા છે.

જવાબદાર અધિકારી
 • કલેકટર વરુણકુમાર બરનવાલ
 • નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ
 • મહેસાણા અધિક્ષક ઈજનેર બી એમ ચૌહાણ
 • કાર્યપાલ ઈજનેર ચૌધરી
 • નાયબ કાર્યપાલક ઈજનેર કલ્પેશ ચૌધરી
 • પ્રાંત અધિકારી કે.પી.ચૌધરી
 • ઉપસચિવ ગાંધીનગર
Advertisement
Tags :
Advertisement