For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: અરુંધતી રોય ગુજરાત માટે લડી તે સત્ય ઠર્યું, છતાં ગુજરાતે સજા કરી

10:10 AM Jun 19, 2024 IST | દિલીપ પટેલ
gujarat  અરુંધતી રોય ગુજરાત માટે લડી તે સત્ય ઠર્યું  છતાં ગુજરાતે સજા કરી

Gujarat: અરૂંધતી રોય સામે દોઢ દાયકા જૂના કેસમાં દેશ દ્રોહનો ખટલો ચાલી રહ્યો છે. કાશ્મીરમાં સૈન્ય અને નાગરિકો વચ્ચેની ભીષણ લડાઈ પછી, રોયે 2010માં 'આઝાદીઃ ધ ઓન્લી વે' નામની કોન્ફરન્સમાં ટિપ્પણી કરી હતી કે "કાશ્મીર ભારતનો અભિન્ન અંગ નથી. તેમની વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ પર, એલજીએ 2024માં UAPA હેઠળ તેમની અને અન્યો સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

Advertisement

ગુજરાતના આદિવાસી લોકો માટે લડેલા અરૂંધતી રોયને ગુજરાતના નર્મદા બંધના ગુનામાં જેલ થઈ હતી.

ગુજરાતમાં અવાજ ઊભો કર્યો
અરુંધતી રોય અમેરિકન સામ્રાજ્યવાદ, પરમાણુ હથિયારોની રેસ, નર્મદા પર બંધ બાંધવા વગેરેથી માંડીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે. પરંતુ હવે તે માને છે કે ઓછામાં ઓછા ભારતમાં અહિંસક વિરોધ અને સવિનય અસહકારની ચળવળો કામ કરી રહી નથી. આ માનવા પાછળનું મુખ્ય કારણ તેમનું નર્મદામાં પીડિત લોકો અને સંસ્કૃતિ મહત્વની છે.

Advertisement

અરૂંધતી રોય હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવનારી બહાદુર મહિલા લેખક છે. ચળવળકાર છે. તેણે ગુજરાત અને મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર બની રહેલા 50 બંધોનો 20 વર્ષ સુધી વિરોધ કર્યો હતો. તેને જે મુદ્દાઓનો વિરોધ કર્યો હતો તે તમામ મુદ્દાઓને આજે ગુજરાતના 1961થી 2024 સુધીના તમામ મુખ્ય પ્રધાનો અને ધારાસભ્યોએ સાચા પાડ્યા છે. નર્મદા બંધના કારણે 40 હજાર લોકોને ઘર ખાલી કરવા પડ્યા છે. પર્યાવરણના મુદ્દે આંદોલન કર્યા હતા. અનેક વખત બંધનું કામ તેમણે અટકાવી દીધું હતું. સુપ્રિમ કોર્ટે પણ લોકોને વસાવવાના મુદ્દે બંધનું કામ અટકાવી દીધું હતું. પણ નહેરો બનાવવા સામે તેમણે કોઈ આંદોલનો કર્યા ન હતા. છતાં 30 વર્ષથી નહેરો ભાજપની સરકાર પૂરેપૂરી બાનવી શકી નથી કે તેમાં સિંચાઇનું 20 ટકા પાણી પણ આપી શકતી નથી. 2015માં દરેક ખેતરે પાણી પહોંચી જવું જોઈતું હતું તે પહોંચ્યું નથી.

અરૂંધતી રોય નર્મદા બચાવો આંદોલનમાં મેઘા પાટકર સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું. તેમાં તેમણે જે કંઈ મુદ્દાઓ ઊભા કરીને લડત આપી હતી તે પીવાના પાણીને બાદ કરતાં તમામ મુદ્દાઓમાં તે સાચા ઠર્યા છે. તેણે નર્મદા બચાવો આંદોલમાં શું કહ્યું હતું અને તેમાં શું સાચું પડ્યું તેની સમીક્ષા કરવા જેવી છે.

નર્મદા બચાવો આંદોલનના સંદર્ભમાં મેઘા પાટકર અને અરુંધતી સ્પષ્ટ હતી. તેમની સામે આખું ગુજરાત વિરોધમાં હતું. કારણ કે નેતાઓને ભ્રષ્ટાચારથી બંધ બનાવવો હતો. અને પ્રજાને પાણી જોઈતું હતું. પણ પછી પ્રજા પાણીની ગુલામ બની જવાની હતી તે ત્યારે કોઈ વિચારી શકે તેમ ન હતું. તેમની નવલકથાઓ અને વિરોધમાં સક્રિય ભાગીદારી દ્વારા, રોયને વિશ્વભરના ઘણા લોકો દ્વારા પ્રેરણાદાયી અને અનુકરણીય ગણવામાં આવે છે.

અરુંધતી નર્મદા ચળવળ સાથે સાંકળીને શાસક સંસ્થાઓ દ્વારા અહિંસક જન ચળવળને અવગણવાનો વ્યક્તિગત અનુભવ હતો. તેઓ કહે છે કે નર્મદા આંદોલન એ ગાંધીવાદી ચળવળ છે જેણે વર્ષો સુધી દરેક લોકતાંત્રિક સંસ્થાના દરવાજા ખટખટાવ્યા, પરંતુ તેની સાથે જોડાયેલા કાર્યકરોને હંમેશા અપમાનિત થવું પડ્યું. કોઈ બંધ બંધ થયો ન હતો, તેનાથી વિપરીત, બંધ બાંધકામ ક્ષેત્રે નવી તેજી આવી હતી.

તેમની નવલકથા "ધ ગ્રેટર કોમન ગુડ" એ નર્મદા નદી બંધ પ્રોજેક્ટ અને આ વિસ્તારમાં રહેતા લોકો માટે તેના પરિણામો વિશે લખાયેલા લેખોનો સંગ્રહ છે. તેમણે અંદાજ લગાવ્યો કે 1947 થી આજ સુધી 56 મિલિયન લોકો મોટા બંધ પ્રોજેક્ટ્સનો ભોગ બન્યા હતા. 60 ટકાથી વધુ વિસ્થાપિત લોકો આદિવાસી અને દલિત છે.

ગુજરાતે સજા કરાવી
2002માં, ત્રણ જજની સુપ્રીમ અદાલતની બેન્ચે ગુજરાતના મુખ્ય વિકાસ પ્રોજેક્ટ સરદાર સરોવર બંધ અંગેના અદાલતના નિર્ણયની નિંદા કરતા આઉટલુક મેગેઝિનમાં તેમના લેખ માટે રોય સામે તિરસ્કારની કાર્યવાહી મંજૂર કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે પાછળથી કહ્યું હતું કે તે રોય સામેના પુરાવાઓથી પ્રભાવિત નથી, તેમ છતાં તેણે તેના કાઉન્ટર એફિડેવિટની ભાષા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આ રીતે તેને અદાલતના તિરસ્કાર માટે દોષિત ઠેરવી હતી. રોયે એક દિવસ જેલમાં વિતાવ્યો અને 2500 રૂપિયાનો દંડ ભર્યો.

આવી સાચી લેખિકાને હવે નરેન્દ્ર મોદીના રાજમાં દેશદ્રોહી ઠરવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના સંદર્ભમાં અરૂંધતી રોયે કેવા મુદ્દા ઊભા કર્યા હતા તે મુદ્દાનું અહીં વિશ્લેષણ કરવા જેવું છે.

લેખન ઉપરાંત તેમણે નર્મદા બચાવો આંદોલન સહિત ભારતના અન્ય જન આંદોલનોમાં પણ ભાગ લીધો હતો. તે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામે બોલતી રહી છે. તેથી તમામ રાજકીય પક્ષો તેને નફરત કરે છે. પણ તે પ્રજા અને પોતાના માટે લડતી રહી છે. અરૂંધતી પર અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે. અનેક એવોર્ડ મળ્યા છે. વિશ્વમાં એક ભારતીય તરીકે તેણે ઓળખ ઊભી કરી છે.

રોય
સિંચાઇના દાવા છે તે સાચા નહીં પડે.

હકીકત
સૌની યોજનામાં 115 બંધો અને તળાવોમાં નર્મદાના પાણી પાઈપલાઈનથી ભરીને 10 લાખ એકરમાં સિંચાઇ થવાની હતી, પણ રૂ. 20 હજાર કરોડનું ખર્ચ છતાં સિંચાઇ થતી નથી. નર્મદા નહેરથી ઉનાળામાં 18 લાખ હેક્ટરમાં સિંચાઇ થવી જોઈતી હતી. પણ 2021માં માત્ર 1 લાખ હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઇ થઈ હતી. ચોમાસામાં 18 લાખ હેક્ટરમાં 10 લાખ ખેડૂતોને પાણી આપવાનું હતું. પણ 3 લાખ હેક્ટરમાં 1.50 લાખ ખેડૂતો માંડ પાણી મળે છે. 1 લાખ કરોડના ખર્ચ પછી પણ નર્મદા યોજના સિંચાઇમાં સાવ નિષ્ફળ પુરવાર થઈ છે. 2022 સુધીમાં ગુજરાતમાં કુવાની સિંચાઇ 10 વર્ષમાં 100 ટકા વધી હતી.
નહેર બનાવવા સામે અરૂંધતી રોય ક્યાં આંદોલન કરતા ન હતા. છતાં મોદી નહેરો બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
રોય:- નર્મદા જેવા બંધો એ ભારતની સૌથી મોટી આયોજિત પર્યાવરણીય આપત્તિઓ છે.

હકીકત -
તરસ્યા ગામડાઓને પાણી આપવા માટે બંધ બનાવી રહી છે.

રોય
તમામ તરસ્યા ગામડાઓ સુધી પાણી નહીં પહોંચે. નહેર તો સુગર મિલો, ગોલ્ફ કોર્સ, ફાઇવ-સ્ટાર હોટેલ્સ, વોટર પાર્ક્સ, કારખાના કે, રોકડીયા પાકોના ખેતરો અને કેટલાક મોટા શહેરોમાંથી પસાર થવું પડશે. પાણી ત્યાં જશે. તરસ્યા ગ્રામજનો સુધી પાણી ક્યારેક પહોંચે. નર્મદા નહેર દ્વારા અમદાવાદને રોજનું 120 કરોડ લીટર , 1200 ક્યુસેક પાણી ચોમાસામાં આપે છે.

હકીકત
તરસ્યા શહેરો નર્મદાનું પાણી પી જાય છે. કચ્છના સૂકા પ્રદેશને પાણી પૂરું પાડતી નહેર ક્યારેક સૂકાઈ જાય છે.

રોય
ઘણા નીચલી જાતિ અને આદિવાસી જૂથોને નર્મદા બંધના કારણે સૌથી વધુ નુકસાન થશે.

હકીકત
244 ગામને ખાલી કરાવીને 40 હજાર લોકોના પુનઃવસન કર્યું છે. ડૂબ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ગુજરાત સરકારે 14,000 પરિવારોનું પુનર્વસન જમીન આપીને કર્યું હતું.

2023માં પાર-નર્મદા-તાપી લિંક પ્રોજેક્ટથી 50 હજાર આદિવાસી પ્રભાવિત થવાના હતા. આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે તે પડતો મૂકવો પડ્યો છે. જે મેઘા પાટકર અને અરૂંધતી રોય હક્કની લડાઈના રોપેલા આંદોલનના પ્રતાપે થયું હતું.

90,389 કિ.મી. લાંબી નહેર બનાવવાની હતી તે મોદીએ ગુજરાતના હિતની વિરુદ્ધ જઈને 18,000 કિ.મી લંબાઈ ઘટાડી દીધી હતી. નહેર પૂરી કરતાં હજી 11 વર્ષ લાગશે. 2020 પ્રમાણે 41,318 કિ.મી. નહેરોનું બાંધકામ આજે પણ બાકી છે. 11 વર્ષમાં રૂ.1 લાખ કરોડ તો નહેર બનાવવા માટે જ વાપરવા પડે તેમ છે. મૂળ આ યોજના માત્ર રૂ.6000 કરોડની જ હતી. પણ તે ઓક્ટોબર 2016 સુધીમાં રૂ.56,286 કરોડ ખર્ચ થઈ ગયો છે.

રોય
બંધથી વિસ્થાપિતોના પુરા હક્કો સચવાતા નથી. બંધ અને ડેવલપમેન્ટની કહાનીમાં ભારતની લોકશાહીની પણ કહાની છે.

હકીકત
વિસ્થાપનમાં સરકાર રોકડ, જમીન આપે પણ આદિવાસી માટે મુશ્કેલ વિસ્તારોમાં સ્થાનાંતરિત કરાયા છે. નવા ઘરોમાં ભૂખે મરે છે. સમુદાય વિભાજિત થાય છે. સંસ્કૃતિ, ભાષા, મંદિરો, પુરાતત્વીય રેકોર્ડ અને એક સમયે આત્મનિર્ભર થયા નથી. શહેરોની બહારની ઝૂંપડપટ્ટીમાં સ્થિર થાય છે. મજૂરો નવા પ્રોજેક્ટ માટે મજૂરી કરે છે, આ પ્રોજેક્ટ ગરીબ લોકોને વિસ્થાપિત કરતાં હોય છે.

રોય
રાજકારણીઓ અને અમલદારશાહીમાં તેમના સહયોગીઓ, બંધ બાંધકામ ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય સહાય સમુદાય અને ભારતના શહેરી વિસ્તારો ખીણના લોકો પર પ્રભુત્વ ધરાવે છે.

હકીકત
9 હજાર ગામો અને 165 શહેરોને નર્મદાનું પાણી મળે છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, કપડવંજ, થરાદને સીધું પાણી અપાય છે. 12 મોટા શહેરોમાં આડકતરું પાણી અપાય છે. નર્મદા નહેરથી 21 મોટા કદના ઉદ્યોગો પાણી અપાય છે. હવે સાણંદમાં જેટલાં ઉદ્યોગો આવી રહ્યાં છે તે તેમાને નર્મદાનું પાણી અપાય છે. ઉદ્યોગો આવી જવાના કારણે 30 હજાર હેક્ટર જમીનમાં નર્મદાનું સિંચાઇનું પાણી આપવાનું બંધ કરી દીધું.
પશ્ચિમ અમદાવાદના ઔડા વિસ્તારમાં 250 એમ એલ ડી છે જેનાથી 14 લાખ જેટલી વસ્તીને નર્મદાનું વધારાનું પાણી આપ્યું હતું. સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડી શકાય નહીં છતાં રિવરફ્રંટ પર લોકોને બોટીંગ માટે ગેરકાયદે પાણી છોડવામાં આવતું રહ્યું છે.

2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં રૂ.1.50 લાખ કરોડ પીવાના પાણી પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો. ભાજપ સાશનના 30 વર્ષમાં રૂ.2 લાખ કરોડનો ખર્ચ પીવાના પાણી પાછળ કરાયો છે. આટલા નાણાંમાં ગુજરાતને પીવાના પાણીની તમામને સુવિધા મળી જવી જોઈતી હતી. તેમ છતાં હજું પણ વર્ષે રૂ.10થી 15 હજાર કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિના માથાદીઠ રૂ.33,300 થઈ ગયું છે. છતાં પાણીનો પોકાર છે. CAGના વોટર ઓડીટ અહેવાલમાં રાજ્યના પીવાના પાણીની પોલ ખુલ્લી પડી હતી, માત્ર 37 ટકા લોકોને જ પાણી મળતું હોવાનું જાહેર કર્યું હતું. 45 ટકા ગામોને પાણી મળતું નથી.
નર્મદા ડ્રીંગીંક વોટર ગ્રીડમાં 3 હજાર કિમી પાઈપલાઈનથી દરરોજ સરેરાશ 300થી 400 કરોડ લીટર પાણી અપાતું હોવાનો દાવો છે. 350 માંથી 200 શહેરી વિસ્તારોને વોટર ગ્રીડ દ્વારા પીવાનું પાણી અપાય છે.

રોય
બંધ જેવા પ્રોજેક્ટ લોકો પાસેથી સત્તા છીનવી લે છે અને તેને એક જ સત્તાધિકારીના હાથમાં મૂકી દે છે.

હકીકત
નર્મદા નહેરનું કોને ક્યારે પાણી મળશે તે હવે ભાજપના રાજનેતાઓ નિર્ણય કરીને લોકોને છેતરી રહ્યા છે.
પાણીના લોકો પાસેથી હક્કો છીનવીને અસમાનતાનું સંસ્થાકીય કરણ કરી દેવાયું છે. લોકશાહીની અને નદીની સ્વતંત્રતા નર્મદા નહેર અને પાઈપ લાઈને છીનવી લીધી છે. પાંચ વર્ષમાં મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ 35 વખત નર્મદા નહેર તૂટી હતી. બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર 2014 અને 2015માં 22 અને 7 વખત ભંગાણ કે ગાબડા પડ્યા હતા. તમામ શાખામાં 5 વર્ષમાં 357થી વધારે વખત નહેર તૂટી છે. નર્મદા નહેર ભ્રષ્ટાચારની નહેર બની ગઈ છે. થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી હતી.

રોય
ઘણા લોકો બાંધકામ સાઇટ પરથી વિસ્થાપિત થયા.

હકીકત
ખીણના લોકોને થયેલા નુકસાન બતાવે છે. બંધ બનાવવા માટે અનૈચ્છિક રીતે હટાવવામાં આવ્યા હતા. અન્યાયનું સંસ્થાકીય સ્વરૂપ છે. 138.68 મીટરનો સરદાર સરોવર બંધ, 3 મોટા બંધ, 41 નદીઓ પર હજારો નાના બંધો નર્મદા પ્રોજેક્ટનો ભાગ હતા.

રોય
નર્મદા બચાવો આંદોલનથી નદીના આધ્યાત્મિક મહત્વમાં માનતા હતા.

હકીકત
નર્મદા નદી અપવિત્ર બની ગઈ છે. દરિયાના પાણી .......
નર્મદાના મુખ પ્રદેશમાં દહેજમાં રૂ.881 કરોડના ખર્ચે ખારા પાણીને મીઠું કરવા માટે દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવો પડ્યો છે. અહીં દહેજ ઔદ્યોગિક વસાહતને 454 MLD પાણી પુરવઠા યોજના છે. 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. નર્મદાના મુખમાં પણ મીઠું પાણી નથી.
મધ્ય પ્રદેશના નર્મદાના કાંઠે 52 મોટા અને નાના શહેરો, ગામડાઓ તથા હજારો ફેક્ટરીઓ તથા 30થી 35 લાખ લોકોના નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી ગુજરાતના 4 કરોડ લોકો પીવે છે. નમામિ દેવી નર્મદે, નર્મદે સર્વ દે સૂત્ર પ્રમાણે તે હવે પ્રદુષણ આપી રહી છે.
9 મીલીયન એકર ફીટ પાણી ભરાય છે. 4.15 મીલીયન પાણી વર્ષે આવે છે. તેથી અશુદ્ધિઓ પાણીમાં રહેતી નથી. પણ કેમીકલ્સ તો એમના એમ જ રહી શકે છે.

રોય
બંધ પ્રોજેક્ટમાં સરકાર મુદ્દાઓને છુપાવવાનો પ્રયાસ કરતી હતી તે રોયે જગ જાહેર કર્યા હતા. નર્મદા બંધ સફળ નહીં હોય.

હકીકત
બંધની નીચેની 161 કિલોમીટરની નદી કાંઠે 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ છે. બંધમાંથી નદીમાં પાણી ન છોડાતા હોવાથી વધુ ભયાનક સ્થિતિમાં આવી જશે. પાણીની ગુણવતા, નદીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળ અને જીવ સૃષ્ટિને નુકસાન થયું છે. ગરુડેશ્વર ગામ સુધી જ નદીમાં દરિયાના પાણી ઘુસી આવ્યા છે. પવિત્ર નદીનું પાણી ખારું થઈ ગયું છે.

નર્મદા બારમાસી નદી હતી. હવે રહી નથી. તાજા પાણીના આભાવે નર્મદામાં કિનારાના શહેરોના ગટરના પાણી અને દરિયાનું પાણી ઘણું અંદર સુધી પ્રવેશી ચૂક્યા છે.

અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને દહેજના ઔદ્યોગિક વિસ્તાર માંથી નીકળતું પ્રદુષિત એફ્લુઅન્ટ નર્મદા નજીક દરિયામાં છોડવામાં આવે છે. તે ગંદુ પાણી દરિયાની ભરતી વખતે નર્મદા નદીમાં ફરી વળે છે.

ડાઉન સ્ટ્રીમમાં નદીને જીવંત રાખવા માટે દરરોજનું 600થી 1500 ક્યુસેક પાણી બંધમાંથી છોડવું જરૂરી છે. નહીં છોડીને નર્મદા નદી પર અનેક પ્રકારની હિંસા આચરવામાં આવી રહી છે.

ભરૂચ પાસે નર્મદા નદીમાં હિલ્સા માછલીના પ્રજનનનું સમૃદ્ધ અને વિશેષ જીવનચક્ર હતું તે નષ્ટ થયું છે. 210 ગામડાઓમાં પીવાના પાણી અને સિંચાઇ સહિતના વપરાશ માટેના પાણી સામે જોખમ ઊભું થયું છે.

સરકારોનું જુઠાણું હવે બહાર આવ્યું છે.

રોય
1961માં નાનકડા ગામ કોઠી ના આદિવાસીઓને તેમની વડીલોની જમીનોમાંથી જાણે કે તેઓ ઘૂસણખોરો હોય તેમ હાંકી કાઢવામાં આવ્યા હતા. કોઠી ગામની જમીન પર કેવડિયા કોલોની બની ગઈ છે.

હકીકત
કોઠીના લોકો અને બંધના સ્થળેથી લાખો લોકોના ઘર ડૂબી ગયા છે. અહીં કેવડીયામાં ખરેખર તો નર્મદા બંધ માટેની જ કચેરીઓ બનાવવાની હતી. પણ હવે અહીં પ્રવાસન માટે 300 સ્થળો અને રૂ.10 હજાર કરોડનું ખર્ચ સરકારે કર્યું છે. જે ગેરકાયદે છે. બીજા 20 ગામનો જમીનો કેવડીયાને પ્રવાસન સ્થાન બનાવવા માટે લેવાનું આયોજન છે.

રોય
નર્મદાથી પર્યાવરણને મોટી હાની થવાની છે.

હકીકત
44 બંધો આસપાસ વૃક્ષોનું વાવેતર 3 રાજ્યોએ કરવાનું હતું. આ વૃક્ષો વાવ્યા નથી. ત્યારે રૂ.1200 કરોડનું ખર્ચ કરવું પડે તેમ હતું. પણ 20 કરોડ ખર્ચ કર્યું હતું.
માટી, પાણી, જંગલ, માછલી અને વન્યજીવન, સમગ્ર ઈકોસિસ્ટમનો, સમગ્ર નદી આધારિત સંસ્કૃતિનો વિનાશ કર્યો છે.
નર્મદા ઘાટી પરિયોજનાને મંજૂરીને 45 વરસ થયા છે. 45 વર્ષમાં નર્મદા નદીમાં વર્ષે 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે.
બંધથી નીચેની નર્મદા નદીમાં પાણી ન આવતાં દરિયાના પાણી 80 કિમી સુધી આવી ગયા છે અને નદીનું પાણી કાળું પડી ગયું છે. વિશ્વની પ્રથમ 8 નદી પૈકીની નર્મદા નદી હવે સુકાઈ ગઈ છે.

ગુજરાતે કેવો અન્યાય કર્યો
ગુજરાતના તમામ રાજકીય પક્ષો અને નેતાઓ નર્મદાના નામે રાજકારણ રમતા રહ્યા અને પ્રજાને મૂર્ખ બનાવી રહ્યાં છે. આપેલા વાયદા પુરા કર્યા નથી. પીવાના પાણીમાં પણ 50 ટકા જ વાયદા પુરા થયા છે. જ્યારે અરૂંધતી બોલતા હતા ત્યારે તેમને ગુજરાતના લોકોએ ભારે પરેશાન કર્યા હતા.
અરુંધતીએ બંધારણ હેઠળ માનવીય અને કાયદાકીય રીતે શક્ય તે બધું કર્યું. માર મારવામાં આવ્યો, જેલમાં ધકેલી દેવામાં આવી, દુર્વ્યવહાર કરવામાં આવ્યો, "દેશદ્રોહી" વિદેશી એજન્ટ તરીકે ઓળખવામાં આવી હતી. વિકાસની વિરોધી છે એવા લેબલ ગુજરાતે આપ્યા હતા.

અરૂંધતીએ ભૂખ હડતાળ, અદાલતમાં કેસ કર્યો, તેઓએ દિલ્હીમાં કૂચ કરી, તેઓ વિરોધમાં ધરણા પર બેઠા કારણ કે વધતા જળાશયના પાણી તેમના ખેતરોને ગળી જતાં હતા, છતાં, તેઓ હારી ગયા.

સરકારે તેમને આપેલા દરેક વચનો પૂરા કર્યા નથી. 17 સપ્ટેમ્બર, 2017 ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર બંધનું ઉદઘાટન કર્યું. તે 67 વર્ષના થયા તે દિવસે તેના જન્મદિવસની ભેટ ગુજરાતે આપી હતી.

વિશ્વમાં નોંધ
અરૂંધતી લડાઈ હારી ગયા ત્યારે પણ નર્મદાના લોકોએ વિશ્વને ઈકોલોજી, સમાનતા, ટકાઉપણું અને લોકશાહી વિશે કેટલાક ઊંડા પાઠ શીખવ્યા છે. આપણે ગુમાવીએ ત્યારે પણ આપણે આપણી જાતને બતાવવી જોઈએ. પછી ભલે તે જમીન હોય, આજીવિકા હોય કે વિશ્વ દૃષ્ટિકોણ હોય. સત્તામાં રહેલા લોકો માટે ઢોંગ કરવાનું અશક્ય બનાવવું જોઈએ.

આજે, નર્મદા બચાવો આંદોલનના આકરા ટીકાકારોએ પણ સ્વીકારવું પડે કે આંદોલને જે કહ્યું તે લગભગ બધું જ સાચું હતું.

પણ ઘણું મોડું થઈ ગયું છે. દાયકાઓ સુધી, સરદાર સરોવરે ગુજરાતમાં લગભગ આખું સિંચાઇ બજેટ ઉઠાવી લીધું. આયોજકો અને રાજકારણીઓએ વચન આપ્યું હતું તેમ તેણે કંઈ કર્યું નથી. તેમજ તેના લાભો, જેમ કે તે ખેડૂતોને ઉપાર્જિત કરવામાં આવ્યા નથી જેમના નામે તે બનાવવામાં આવ્યું હતું.

નદીના કિનારે પડેલા માનવ મૂર્ખતાનું સ્મારક બની ગયું છે. કોઈને લાગે છે કે આ પર્યાપ્ત પાઠ હશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સિંચાઇનું 20 ટકા પાણી પણ આપી શકાતું નથી. તેની સામે રાજસ્થાનને થોડું પાણી અપાય છે તો તેણે બે ગણો ઉપયોગ કર્યો છે.

એક પ્રતિમા
બંધનું ઉદઘાટન કર્યાના લગભગ એક વર્ષ પછી, 31 ઓક્ટોબર, 2018 ના રોજ, વડા પ્રધાને ફરીથી કેવડિયા કોલોનીની મુલાકાત લીધી, આ વખતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.

લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાદગીથી જીવતા માણસ હતા. પરંતુ તેમની સ્મૃતિમાં બાંધવામાં આવેલી રૂ. 3,000 કરોડની પ્રતિમા છે. 12 ચોરસ કિલોમીટરના ટાપુ પર છે. 2 લાખ ક્યુબિક ટન સિમેન્ટ કોંક્રિટ અને 25 હજાર ટન પ્રબલિત સ્ટીલથી બનેલું છે, જે તમામ 1,700 ટન બ્રોન્ઝ વપરાયું છે.

ભારતમાં નહીં પણ પ્રતિમાને ચીની ફાઉન્ડ્રીમાં બનાવવી પડી હતી. ચીની દેખરેખ હેઠળ ચીની કામદારો દ્વારા બનાવવામાં આવી હતી. રાષ્ટ્રવાદ અહીં નથી.

1998 માં અરુંધતી રોયના ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે બુકર પ્રાઈઝએ નવલકથાકારને ભારતની પરમાણુ નીતિ અને નર્મદા બંધ પ્રોજેક્ટ્સ સામેની ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરવાની નવી તક આપી હતી. તે ચળવળકાર લેખક તરીકે ઓળખાવા લાગ્યા હતા.

ખાનગીકરણ અને લોકશાહી એ ખાલી માળખું છે જેને કોઈપણ સંદર્ભમાં શક્તિશાળીના લાભ માટે બદલી શકાય છે.

Advertisement
Tags :
Advertisement