For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Election: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 102 બેઠકો પર આવતીકાલે મતદાન

05:03 PM Apr 18, 2024 IST | Shakil Saiyed - Political Editor
election  લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 102 બેઠકો પર આવતીકાલે મતદાન

Election: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે સાંજે પ વાગ્યે સમાપ્ત થયો અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે.

Advertisement

પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે.

LOK SABHA ELECTION

તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે.

તે ઉપરાંત પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થશે. રાજસ્થાનની ૧ર સીટો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું છે.

Advertisement

પ્રથમ તબક્કામાં અરૂણાચલ પ્રદેશની બે લોકસભા અને આસામની પાંચ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને પુડુચેરીમાં બે બે બેઠકો પર મતદાન થશે.

Advertisement
Advertisement