For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Congress: અગ્નિકાંડને લઈ આવતીકાલે કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન, શક્તિસિંહની પત્રકાર પરિષદ, પોલીસ તંત્ર હરકતમાં

04:58 PM Jun 24, 2024 IST | Satya Day News
congress  અગ્નિકાંડને લઈ આવતીકાલે કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન  શક્તિસિંહની પત્રકાર પરિષદ  પોલીસ તંત્ર હરકતમાં

Congress: રાજકોટના ગેમ ઝોનનાં અગ્નિકાંડને લઈ ગુજરાત કોંગ્રેસે આવતીકાલે રાજકોટ બધનું એલાન આપ્યું છે. બંધના એલાન પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પત્રકાર પરિષદ કરી હતી.દરમિયાનમાં કોંગ્રેસના બંધના એલાનને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને સુરક્ષા વ્યવ્સ્થાનો ક્યાસ કાઢવામાં આવ્યો છે.

Advertisement

25મી મે ના રોજ બનેલી TRP ગેમ ઝોનની અત્યંત દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે રાજકોટમાં ન્યાય મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવેલ છે અને શરૂઆતથી જ રાજકોટની જનતાએ સાથ અને સહકાર આપ્યો છે રેસકોષૅ ખાતે કેન્ડલ માર્ચથી લઈ શ્રદ્ધા સમનમાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટમાં લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી અને પાલભાઈ આંબલીયાની ટીમ દ્વારા જે ઘેર ઘેર ખૂણે ખૂણે જે પત્રિકાઓ પહોંચાડી દેવાઇ તે અભિનંદનને પાત્ર છે.

Advertisement

શક્તિસિંહ ગોહીલે જણાવ્યું કે રાજકોટને સૌરાષ્ટ્રનું હૃદય સમાન છે

અત્યારે અડધો દિવસ બંધ રાખવા અમારી અપીલ છે ગ્રુહ મંત્રી, મુખ્યમંત્રી રાજકોટ આવ્યા પછી તેમને એમ થતું નથી કે ચાલો લડત કરવાવાળા સાથે વાત કરીએ. વજુભાઈ આ સીટ ખાલી કરી નરેન્દ્ર ભાઈને રાજકોટથી કારકિર્દી શરૂ કરી અને હાલ નરેન્દ્ર ભાઈ વિદેશ ફરી રહ્યા છે કેમ રીલીફ ફંડમાંથી એક મોટી સહાય ન ચૂકવી શકે, તેવો પ્રશ્ન પણ શક્તિસિંહે કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે

સતત 26 દિવસથી રાજકોટના ખૂણે ખૂણે અમે લોકો ફરી રહ્યા છે પાનના ગલ્લે વેપારીઓને લોકોને મળ્યા છીએ ડોર ટુ ડોર 70 થી 80,000 લોકોનો સંપર્ક કર્યો છે. રાજકોટની જનતા કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારનું નહીં રાજકોટના નાગરિકોને ન્યાય મળશે. આવતીકાલે રાજકોટની ભ્રષ્ટ પોલીસ દારૂના અડ્ડાઓ પણ બંધ રખાવે એવી મારી અપીલ છે.

રાષ્ટ્રીય સેવા દરમિયાનના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ભ્રષ્ટ શાસકોને ચેલેન્જ કરવા માગું છું કે અધિકારીઓની 10 વર્ષ પહેલાંની મિલકત અને આજની મિલકત જાહેર કરે હું રાત્રે સૂતો હોય તો પણ મને વિચાર આવે છે કે આ ઘટનામાં જો મારો દીકરો ૩૦૦૦ ડિગ્રીમાં ભોગ બનેલ હોય તો મારી સ્થિતિ શું થઈ હોય મોરબી સહિતની અનેક ઘટનાઓમાં એક પણ આરોપી જેલમાં નથી આ નિરાશા ગુજરાતમાં ઊભી ન થાય તે માટે રાજકોટમાં લડત લડવા માંગીએ છીએ ન હોય છે. રાજકોટના ખૂણે-કોણે બંધ રહે તો જ સરકારની આંખો ખુલશે.

Advertisement
Tags :
Advertisement