For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

India: મીની વાવાઝોડાના કારણે થયેલા નુકશાનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તાત્કાલિક રાહત પહોંચાડવા અધિકારીઓને નિર્દેશ

03:30 PM May 14, 2024 IST | Shakil Saiyed - Political Editor
india  મીની વાવાઝોડાના કારણે થયેલા નુકશાનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  તાત્કાલિક રાહત પહોંચાડવા અધિકારીઓને નિર્દેશ

India: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં.

Advertisement

મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી.

તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું.

Advertisement

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે.

વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે.પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.

Advertisement
Advertisement