For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

BJP: ભાજપ આ મહત્ત્વના મંત્રાલય પોતાની પાસે રાખે તેવી શક્યતા, સ્પીકર પદ કોને મળશે તે મોટો સવાલ

05:32 PM Jun 10, 2024 IST | Satya Day News
bjp  ભાજપ આ મહત્ત્વના મંત્રાલય પોતાની પાસે રાખે તેવી શક્યતા  સ્પીકર પદ કોને મળશે તે મોટો સવાલ

BJP: નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડપ્રધાન બન્યા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ભાજપના રાજગ સહયોગીઓને પાંચ કેબિનેટ મંત્રી પદ મળ્યા છે. પાર્ટી લોકસભામાં બહુમત માટે સહયોગીઓ પર નિર્ભર છે. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભાજપ પોતાની પાસે કયાં કયાં મંત્રાલય રાખવા માગે છે. ટોચના મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખશે.

Advertisement

રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, ટીડીપી અને જેડીયુએ અમુક મહત્વના મંત્રાલયોની માગ કરી છે. ટીડીપીએ લોકસભા સ્પીકર પદની પણ માગ કરી છે.

​​​​​​​મોદી 2.0માં સહયોગી દળો પાસે 1 જ કેબિનેટ પદ

Advertisement

મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપની સહયોગી પાર્ટીઓ (એનડીએ)ને પાંચ કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યા હતા. તે સમયે ભાજપ પાસે જંગી બહુમતી હતી. પરંતુ આ વખતે ત્રીજી ટર્મમાં બહુમતી ન હોવાથી લોકસભામાં બહુમત માટે સહયોગીઓ પર નિર્ભર છે. મોદી 3.0માં જનતા દળ (સેક્યુલર)ના એચડી કુમારસ્વામી, હિન્દુસ્તાની અવમ મોરચાના જીતન રામ માંઝી, જનતા દળ (યુનાઈટેડ)ના રાજીવ રંજન ઉર્ફે લાલન સિંહ, તેલુગુ દેશમ પાર્ટીના કિંજરાપુ રામ મોહન નાયડુ અને ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)નો સમાવેશ થાય છે. પાસવાને રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

વડા પ્રધાન મોદીએ 30 કેબિનેટ પ્રધાનો, સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ રાજ્ય મંત્રી અને 36 મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન મોદી સહિત કુલ 31 કેબિનેટ મંત્રીઓમાંથી પાંચ રાજ્યસભાના સભ્યો છે, જ્યારે ઉપલા ગૃહના અન્ય છ સભ્યોને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના સહયોગી દળોને આ વખતે 5 મંત્રાલયો મળી શકે છે. ભાજપ આ મંત્રાલય પોતાની પાસે રાખવા માંગે છે.

Advertisement
Tags :
Advertisement