For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

BJP: ભાજપે એન્ટી KHAM થિયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી. દિલીપ પટેલ દ્વારા

03:11 PM May 11, 2024 IST | દિલીપ પટેલ
bjp  ભાજપે એન્ટી kham થિયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી   દિલીપ પટેલ દ્વારા

BJP:ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એન્ટી ખામ થિયરીમાં પણ કરી બેઠી છે.
ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાન મોટા ભાગે ભાજપ સામે છે એવો માહોલ ઊભો કરીને ભાજપે બાકીના 70 ટકા મતદારોને પોતાની પાસે ખેંચી લીધા છે. જેનાથી મોટો ફાયદો થયો છે.

Advertisement

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ બાદ કોંગ્રેસને આશા છે કે તેને KHAM થિયરીનો ફાયદો થશે. પણ એવું નથી. પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમુદાયને જોડીને KHAM ફોર્મ્યુલા તૈયાર કરી હતી. એક વખત જીત મેળવી હતી. પણ 1990થી કોંગ્રેસની ખામ થિયરીના કારણે કોંગ્રેસ 1990થી 2028 સુધી સત્તાથી દૂર રહ્યો હતો. 38 વર્ષથી કોંગ્રેસ માધવસિંહના કારણે સત્તાની ખુરશીથી દૂર રહ્યો છે. હજું પણ રહેશે એવું લાગી રહ્યું છે.

કોંગ્રેસે ફરી એક વખત ક્ષત્રિયોનો સાથ લઈને અન્ય મતદારોને ભાજપ તરફે ધકેલી દીધા છે. કોંગ્રેસના પ્રમુખ પદે પણ 4 પ્રદેશ પ્રમુખો ખામ થિયરી પ્રમાણે આવ્યા છે.

Advertisement

જે થિયરીએ ભાજપને સત્તા પર બેસાડી દીધી તે થિયરીને ભાજપે આ વખતે ઉલટાવી દીધા છતાં કોઈને ખબર પણ ન પડી. ભાજપે ક્ષત્રિયો, મુસ્લિમ, આદિવાસી અને દલિતોને દૂર રાખવાની અંદરથી ચાલ ચાલી છે. જાહેરમાં તો માત્ર ક્ષત્રિયો અને મુસ્લિમોને દૂર રાખ્યા છે. દલિતો અને આદિવાસીઓ ભાજપને વહાલ કરતાં નથી.

આ કારણે કોંગ્રેસ લાંબા સમય સુધી સત્તાથી દૂર હતો. લોકસભામાં એ જ રમતમાં ફરી ફસાઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિભાઈ ગોહીલ ક્ષત્રિય છે. લોકપ્રિય નેતા દલિત છે.

PARSHOTTAM RUPALAગોહિલ પહેલા ત્રણ ઠાકોર પ્રદેશ પ્રમુખ આવ્યા હતા. આદિવાસી વિપક્ષી નેતા હતા.

પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર નારાજગી બાદ કોંગ્રેસને આશા છે કે ક્ષત્રિય મતદારો તેની તરફ આવશે. તે અંગે જાહેર નિવેદનો કર્યા. રાખડી બંધાવી. અપીલ કરી. તેમની સભાઓમાં ક્ષત્રિય નેતાઓને લાવવામાં આવતાં હતા. જેથી ચોક્કસ વર્ગના લોકો કોંગ્રેસથી દૂર ગયા છે.

ભાજપ ગુજરાતમાં 1998થી સતત વિધાનસભા ચૂંટણી જીતી રહ્યું છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી જીત હાંસલ કરી છે. 182 બેઠકોની વિધાનસભામાં તેણે 156 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ અટકી હતી. હવે ભાજપે પક્ષાંતર કરાવીને 12 રહેવા દીધી છે.

ગુજરાતના ઇતિસાહમાં કોંગ્રેસનું 2022માં ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરત સોલંકી તેના માટે જવાબદાર હતા. 2017માં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. કોંગ્રેસ સામે ભાજપની સરેરાશ જીતનો આંકડો 20% આસપાસ છે પરંતુ ગુજરાતમાં તે 30% છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ન હતા ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના કારણે સારી એવી બેઠકો જીતતો આવતો હતો. મોદીના કારણે જ ગુજરાતમાં ભાજપ છે એવું નવી પેઢી માને છે. પણ જૂની પેઢીએ કોંગ્રેસનો દબદબો જોયો છે.

ભાજપ 1989થી દરેક લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી છે. 2004 થી 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી ત્યારે પણ ભાજપે કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી હતી.

2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. એટલું જ નહીં, 2019માં ભાજપના ઉમેદવારોએ ગુજરાતમાં 26માંથી 18 બેઠકો 2.5 લાખથી વધુ મતોના માર્જિન સાથે જીતી હતી.

આ વખતે ભાજપે ગુજરાતની દરેક બેઠક 5 લાખથી વધુ મતોથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી વિના સુરતની બેઠક જીતી છે.

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 15 બેઠકો એવી હતી જ્યાં ભાજપને 60 ટકાથી વધુ વોટ મળ્યા હતા. 5 બેઠકો એવી હતી કે જ્યાં ભાજપે 4 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી હતી.

2019માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક પર ભાજપને 69.7%, વડોદરામાં રંજન ભટ્ટને 72.3% મત, સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષને 74.5% અને નવસારીની બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને 74.4% મત મળ્યા હતા.

2024માં નીચુ મતદાન થયું છે અને લોકોનો ઉત્સાહ મોદી કે ભાજપ માટે સહેજ પણ નથી ત્યારે આ વખતે એટલી લીડ મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
ગુજરાત લોકસભાની બેઠકો

વર્ષ - ભાજપ - કોંગ્રેસ
1989 - 12 - 3 અન્ય 11
1991 - 20 - 5 અન્ય 1
1996 - 16 - 10
1998 - 19 - 7
1999 - 20 - 6
2004 - 14 - 12
2009 - 15 - 11
2014 - 26 - 0
2019 - 26 - 0
2024 - ? - !
ગુજરાતમાં છેલ્લી કેટલીક લોકસભા ચૂંટણીમાં બેઠકોની સાથે કોંગ્રેસનો વોટ શેર પણ સતત ઘટી રહ્યો છે.

કોંગ્રેસે અનામતને મુદ્દો બનાવ્યો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં તેમની ચૂંટણી રેલીમાં જનતાને બંધારણની નકલ બતાવતા કહ્યું કે ભાજપ બંધારણ બદલવા માંગે છે. કોંગ્રેસે કહ્યું છે કે જો ભાજપ 400 સીટો જીતશે તો બંધારણે આપેલી અનામત ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની KHAM થિયરીમાં આદિવાસી અને હરિજન મતદારો પણ સામેલ છે.

પરંતુ ભાજપે જવાબ આપતા કહ્યું છે કે કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીને જે અનામત આપે છે તે મુસ્લિમોને આપશે.

રાજનાથ, ગડકરી અને અમિત શાહ પણ 370 બેઠકો ઈચ્છતા નથી. જેનો ફાયદો કોંગ્રેસ ગુજરાતમાં લઈ શકી નથી.

કોંગ્રેસ ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીને પ્રચંડ બહુમતી મળ્યા પછી સત્તાનો દૂર ઉપયોગ કર્યો હતો. તેમ મોદી કરશે એ મૂદ્દો ઊભો કર્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન છે. 9 બેઠકોને બાદ કરતાં આવી હાલત છે.

ઉપરાંત અનેક મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પક્ષ છોડીને ભાજપમાં જઈને જીત પાકી કરી લીધી હતી.

અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં કોંગ્રેસનો સૌથી મોટો ઓબીસી ચહેરો હતો. જે ભાજપે પોતાનામાં લઈ લીધા હતા. તેથી કોંગ્રેસની ખામ થિયરી ભાજપ માટે અનુકૂળ બની ગઈ હતી. ભાજપમાં 25 હજાર કાર્યકરો લેવામાં આવ્યા તેમાં મોટા ભાગે ઓબીસી અને ઉજળીયાત લોકો વધારે છે.

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન માટે પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલ અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓમાં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવશે કે કેમ તે સવાલ છે. એક કે બે બેઠકો જીતે તો પણ તે મોદીની ભલે હાર હોય પણ કોંગ્રેસ તેનાથી સત્તા પર આવી શકે તેમ નથી.

હવે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ ચાલતું રહેશે તો કોંગ્રેસને ખામ નીતિ યાદ અપાવતાં રહેશે

Advertisement
Advertisement