For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

AUS ઓપન 2024: રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે જીત્યો ખિતાબ, સાનિયા મિર્ઝા સહિત 4 ભારતીયોએ કર્યું આ કારનામું

08:18 PM Jan 27, 2024 IST | Pooja Bhinde
aus ઓપન 2024  રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે જીત્યો ખિતાબ  સાનિયા મિર્ઝા સહિત 4 ભારતીયોએ કર્યું આ કારનામું

SPORTS: ભારતના 43 વર્ષીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં દેશને ગૌરવ અપાવ્યું. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તે સાનિયા મિર્ઝા સહિત આમ કરનાર ચોથો ભારતીય બન્યો. બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી તેમજ ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેચ એબ્ડેન સાથે મળીને આ સિદ્ધિ મેળવી હતી. ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનની જોડીએ ઇટાલિયન જોડીને 7-6, 7-5થી હરાવ્યું હતું.

Advertisement

ફાઇનલ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડેનનો સામનો ઇટાલીના બોલેલી અને વાવાસોરી સામે થયો હતો. આ મેચ ટાઈ બ્રેકરમાં સમાપ્ત થઈ હતી. પ્રથમ સેટ રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયન ખેલાડીએ 7-5થી જીત્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં સ્કોર 6-6 હતો. બોપન્ના અને એબ્ડેનની જોડીએ ટાઈ બ્રેકર જીતીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

ROHAN BOPANNA

Advertisement

ભારત માટે ગ્રાન્ડ સ્લેમ જીતનાર ભારતીય
લિએન્ડર પેસ- 18 ટાઇટલ
મહેશ ભૂપતિ- 12 ટાઇટલ
સાનિયા મિર્ઝા- 6 ટાઇટલ
રોહન બોપન્ના- 2 ટાઇટલ

રોહન બોપન્નાનો બીજો ગ્રાન્ડ સ્લેમ

રોહન બોપન્નાએ કારકિર્દીમાં બીજી વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. અગાઉ 2017માં બોપન્નાએ ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. ત્યાં બોપન્નાએ કેનેડિયન મહિલા પાર્ટનર ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે મળીને ટાઈટલ જીત્યું. આ તેનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન અને મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તે મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ભારતીય ટેનિસ સ્ટાર છે. તેના પહેલા પેસ અને ભૂપતિએ ઓસ્ટ્રેલિયન ઓપનનું મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

Advertisement
Tags :
Advertisement