For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Ahmedabad: 4 લાખમાં બનેલા એલિસ પુલનું 32 કરોડમાં સમારકામ થશે

09:22 AM Jul 09, 2024 IST | દિલીપ પટેલ
ahmedabad  4 લાખમાં બનેલા એલિસ પુલનું 32 કરોડમાં સમારકામ થશે
  • મોરબી ઝુલતો પુલ, ગોલ્ડન પુલ અને સુરતના હોપ પુલ પછીનો ત્રીજા નંબરનો ગુજરાતનો લોખંડનો પુલ એલિસ છે
  • અમદાવાદના ઐતિહાસિક પુલની દાસ્તાન વાંચો

Ahmedabad: 131 વર્ષ પહેલાં રૂ. 4 લાખમાં બનેલો એલિસબ્રિજ રૂ. 32 કરોડમાં રીપેરીંગ કરાશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા 131 વર્ષ જૂના એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી 8 જુલાઈ 2024માં આપી હતી. આ અગાઉ પુલ માટે બનેલી 6 યોજનાઓ પાછળ 8 કરોડનું ખર્ચ થઈ ચૂક્યું છે. આમ એલિસ પુલના સમારકામ પાછળ રૂ.40 કરોડ ખર્ચ થઈ જશે. પુલને તોડી પાડવા કે ઉતારી લેવો કે નહીં તે અંગેની 45 વર્ષ સુધી લાંબી મથામણ બાદ આખરે પુલના સમારકામની પ્રક્રિયા શરૂ થઈ હતી.

Advertisement

સાબરમતી નદી પર અમદાવાદ શહેરનો પ્રથમ પુલ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં બનાવવામાં આવ્યો હતો. 433.41 મીટર લંબાઈ અને 6.25 મીટર પહોળાઈ છે. 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે.

ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટને કારણે જર્જરિત અને ભયજનક થઈ જવાને કારણે 10 વર્ષથી વપરાશ માટે બંધ કરવામાં આવ્યો છે.

Advertisement

રાજ્ય સરકારે હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી કરાશે. મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડ્યા બાદ સરકાર એકાએક કામ કરતી થઈ છે.

જુના પુલ
કદાચ ગુજરાતનો પહેલો પુલ માદલપુર ગામ અને અમદાવાદના લાલ દરવાજાને જોડતો હતો. જે લાકડાનો હતો. મોરબીનો ઝુલતો પુલ અમદાવાદ શહેરના પહેલા લાકડીયા પુલ એલિસ પુલ કરતાં 13 વર્ષ જૂનો હતો. ગુજરાતનો પહેલો પુલ 5 વર્ષમાં પૂરમાં તૂટી પડ્યો હતો. મોરબીનો ઝુલતો પુલ – 144 વર્ષ જૂનો હતો. તેને ગુજરાતનો બીજા નંબરનો પુલ ગણી શકાય છે. ગોલ્ડન પુલ પુલ ઇ.સ 1881માં ભરૂચ શહેર પાસે નર્મદા નદી પર અંગ્રેજો દ્વારા બાંધવામાં આવ્યો હતો. સુરતના હોપ પુલનું નિર્માણ ઇ.સ 1877માં સુરત શહેરમાં તાપી નદી પર થયું હતું.

એલિસ પુલના પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકશે. લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકાશે. બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે.

રવિવારી ગુર્જરી બજારમાં કામ આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત કરી હતી.

સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાશે. મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્‍જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ બદલવામાં આવશે.

પિયરને કોરોઝનથી બચાવવા એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરાશે. જર્જરિત થઈ ગયેલા બોટમ ડેક સ્લેબને દૂર કરી નવો કરવામાં આવશે.

એલિસબ્રિજ

એલિસબ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સવાસો વર્ષથી પણ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે 1892માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી 1997માં તેની બંને બાજુ નવો પુલ બાંધવામાં આવ્યો અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું તેમ છતાં હજુ તે એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે.

ગુજરાતનો પહેલો પુલ

બ્રિટિશરો દ્વારા સાબરમતી નદી પર અમદાવાદમાં મૂળ લાકડાનો પુલ 1870-71ની સાલમાં 54920 પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. અહીં બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ 1870-71માં 54,920 પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. જે 1875ના ભારે પૂરના કારણે તૂટી પડ્યો હતો.

કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ 1875ના પૂરમાં નાશ પામ્યો.

લોખંડનો નવો પુલ 1892માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશનર હતા, તેમના નામ પરથી એલિસબ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટીલ બર્મિગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ રૂ.4 લાખના ખર્ચે કરાયું હતું. જે રૂ.5 લાખના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછો હતો. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઊતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત થયો.

અગાઉનું શું

જર્જરિત હાલત અને ખવાઇ ગયેલા સ્ટીલ ફ્રેમ માળખાની યાદ આવતા આ ઐતિહાસિક પુલને હેરિટેજ ગેલેરી બનાવવાની હતી. ચાલવા રાહદારી ઉપયોગ કરી શકે એવો બનાવવાનો હતો. 71 લાખ રૂપિયા ડિઝાઇન ફી આપવા નક્કી કરાયું હતું.

એલિસ પુલ એ શહેરનો પ્રથમ પુલ છે. પુલની પરિસ્થિતિ જોખમી બની છે. હવામાનના કારણે પુલ જર્જરીત અને ભયજનક બન્યો છે.

2013માં એલિસ પુલને તોડવાની દરખાસ્ત રજુ કરાઈ હતી. કારણ કે ત્યાંથી બીઆરટીએસ બસ લઈ જવા માંગતા હતા. ઐતિહાસિક એલિસ પુલને તોડી લોખંડને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપવાની યોજના હતી. મોદીના સમયમાં આવો નિર્ણય લેવાતા ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેથી તોડવાનું માંડી વાળી ત્યાં કલાનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું.

એલિસ પુલની સ્થાપનાની ઐતિહાસિક તકતી સંસ્કાર કેન્દ્ર સંગ્રહાલયમાં છે.
ગુજરાતના પહેલા પુલથી ભ્રષ્ટાચારની શંકા

ઈજનેર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો હતો. ઉત્તર વિભાગના કમિશનર સર બરો હેલબર્ટ એલિસના નામ પરથી એલિસ પુલ નામ પાડવામાં આવ્યું હતું. આ પુલનું લોખંડ બર્મિંગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ 4,૦7,૦૦૦ રૂપિયામાં કર્યું હતું. પણ તેનો અંદાજ 5 લાખ રૂપિયા હતો. ઓછા ખર્ચે તેમણે પુલ તૈયાર કરી બતાવ્યો હતો.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગ સાથે જોડતો એલિસપુલનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ કર્યું હતું.
હમણાંના વર્ષોમાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.

જૂના અમદાવાદની ઓળખ સમો આ પુલ અડીખમ અનેક ઘટનાઓનો સાક્ષી બની ઊભો છે.
એલિસપુલને તોડી પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1973થી 2012ની વચ્ચે 8 ઠરાવ પસાર કર્યા હતા. લોકોના ભારે વિરોધ બાદ છેલ્લે તે નિર્ણય પડતો મૂક્યો હતો. લોકોના દબાણને વશ થઈને 2013માં પડતો મૂક્યો હતો.

એલિસ પુલના સંરક્ષણ માટે કામ કરવાનું આયોજન કરાયું હતું.

લેબમાં પુલની ધાતુનો અભ્યાસ અને ભાર વહેંચણી જેવા પાસા પણ બારીરાઈથી અભ્યાસ કર્યો હતો.
બે કન્સલટન્ટ CASAD કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ડિવાઈન લેબ્સે અગાઉ સુરતના હોપ પુલનું સમારકામ કર્યું હતું. બંને દ્વારા એલિસ પુલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

પુલનો ડેક ભારે વાહનોનાં વજન ઉઠાવી શકે તેવી હાલતમાં ન હતા. તેથી તેને બદલવો જરૂરી હતા. પુલના લોખંડના થાંભલા સારી હાલતમાં હતા. તેને મજબૂત કરવાની જરૂર છે. 28 થાંભલા અને 14 કમાનો છે જે સ્ટીલ, કોંક્રિટ અને હલકી ધાતુના મિશ્રણથી બનેલા છે.

1983માં એલિસ પુલને તોડી પાડવા માટે HUDCOએ પાંચ કરોડની લોન મંજૂર કરી હતી.

પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવાનો હતો.
એલિસ પુલને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવાનું ફરી એક વખત નક્કી કરાયું હતું. કામગીરી અને ડિઝાઇનિંગની પ્રક્રિયાને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળ્યા બાદ 2023 પછી શરૂ કરાવાની હતી. આવી અનેક વખત યોજના બનાવવાની જાહેરાત કરાઈ પણ બધી કાગળ પર રહી હતી.

આઝાદ ભારત બાદ પહેલો પુલ

અમદાવાદમાં નહેરુ પુલ 1960માં બાંધકામ થયું હતું. 2021 સુધી તેના બેરિંગ તપાસાયા ન હતા, તેનું મેઇન્ટેનન્સ કર્યું ન હતું. અમદાવાદ શહેરમાં આજે 12 પુલ છે.

ખરું જોખમ

2018માં 250 પુલ અત્યંત નબળા મળી આવ્યા હતા. જે ગમે ત્યારે તૂટી પડે એવા હતા. ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના બનાવેલાં 35 હજાર 731 પુલ છે. શહેર અને રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના બીજા એટલા હોઈ શકે છે. 8 મોટા શહેરોમાં 400 મોટા અને તેનાથી 10 ગણા નાના પુલ છે. આમ આખા રાજ્યમાં તમામ પ્રકારના 50 હજાર પુલ હોઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement