For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Arvind Kejriwal: કેજરીવાલના તેજાબી ચૂંટણી પ્રચાર પછી કોંગ્રેસ ગેલમાં: ભાજપ બેકફૂટ પર !

07:08 PM May 13, 2024 IST | Hemangi Gor- SatyaDay Desk
arvind kejriwal  કેજરીવાલના તેજાબી ચૂંટણી પ્રચાર પછી કોંગ્રેસ ગેલમાં  ભાજપ બેકફૂટ પર

Arvind Kejriwal: હવે પાંચમા તબક્કાના મતદાન માટે મોટા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજથી જ સક્રિય થઈ ગયા છે. તો બીજી તરફ કેજરીવાલના તેજસ્વી પ્રચાર પછી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં જોશ આવ્યું છે, જ્યારે ભાજપ તથા એનડીએના અન્ય પક્ષો બેક ફૂટ પર આવી ગયેલા જણાય છે. મોદીને ટક્કર મારે તેવો વક્તા કેજરીવાલ જ છે, અને બન્નેમાં ઘણાં જ ગુણો સામાન છે, તેવા વિશ્લેસણો પણ થવા લાગ્યા છે.

Advertisement

કેજરીવાલ જેલમાંથી ભલે હંગામી ધોરણે બહાર આવ્યા હોય, પરંતુ તેમણે જે તેવર બતાવ્યા છે અને મોદી પછી અમિત શાહની જે ગુગલી ફેંકી છે, તેથી હવે ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ વ્યક્તિગત રીતે કેજરીવાલ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી તરફ સરકી જાય તેવા સંજોગોને ટાંકીને કેટલાક વિશ્લેક્ષકો આજે સદીઓ જુની કોંગ્રેસ પાર્ટી અને એક દાયકા જુની આમ આદમી પાર્ટીનું અદ્દભુત સંયોજન બતાવી રહ્યા છે, ઈન્ડિયા ગઠંબધનમાં જોશ વધતા કોંગ્રેસ પણ ગેલમાં છે અને ઈન્ડિયા ગઠબંધન વરિષ્ઠ પક્ષ તરીકે ઉભરી રહી હોવાના દાવાઓ થઈ રહ્યા છે.

કેટલાક રાજકીય વિશ્લેષકો કેજરીવાલનાં રાજકીય પુનરોદયને આભારી અને ક્ષણિક બતાવી રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો મોદીની સામે વિપક્ષના મજબુત ચહેરા તરીકે કેજરીવાલના ઉદયને રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતિશકુમાર વગેરે પી. એમ. મટિરિયલ્સ ની મહત્વા કાંક્ષાઓના અસ્ત તરીકે પણ વર્ણવી રહ્યા છે.

Advertisement

જો કે, ચૂટણી પ્રસાર, જુસ્સો, ભીડ, નારેભાજી, રેલીઓ, રોડ-શો વગેરે એક માહોલ જરૂર ઊભો કરે છે, પરંતુ તેમાંથી મતો કેટલા પડે છે, અને કોને કેટલા મતો મળે છે, તે જોવાનું રહે છે

Advertisement
Tags :
Advertisement