For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Sophia Leone Death: એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું 26 વર્ષની વયે અવસાન, એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી

10:48 AM Mar 10, 2024 IST | Satya Day News
sophia leone death   એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું 26 વર્ષની વયે અવસાન  એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી

Sophia Leone Death: છેલ્લા ઘણા સમયથી એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં, થાઇના ફીલ્ડ્સ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી, અને ફેબ્રુઆરીમાં, 36 વર્ષીય કાગની લિન કાર્ટરે આત્મહત્યા કરી હતી.

Advertisement

સોફિયા લિયોનનું અવસાન થયું
થૈના અને કાગનીના નિધન બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું પણ નિધન થયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં એડલ્ટ સ્ટાર્સના નિધનના સમાચાર લોકોને ચોંકાવી રહ્યા છે.


પરિવાર આઘાતમાં
26 વર્ષીય સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આની પુષ્ટિ કરી છે, જ્યાં મેમોરિયલ ફંડ એકત્ર કરવામાં આવશે. સોફિયાના પિતાએ જણાવ્યું કે અભિનેત્રીના નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું, "તેની માતા અને પરિવાર વતી, હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા છે."

Advertisement

Advertisement
Tags :
Advertisement