For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Mumbai: ઘાટકોપર હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત, કંપની વિરુદ્ધ કેસ નોંધાયો

08:35 AM May 14, 2024 IST | Hitesh Parmar
mumbai    ઘાટકોપર હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત  કંપની વિરુદ્ધ કેસ નોંધાયો

Mumbai: મુંબઈ ઘાટકોપર હોર્ડિંગ તૂટી પડ્યું: સોમવારે સાંજે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ધૂળના તોફાને તબાહી મચાવી દીધી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક હોર્ડિંગ ધરાશાયી થતાં 88 લોકો ઘાયલ થયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 74 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, આ હોર્ડિંગ 15 હજાર સ્ક્વેર ફૂટથી પણ મોટું હતું. જેનું નામ લિંબા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે. અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું.

પેટ્રોલ પંપ પર અકસ્માત થયો હતો
વાસ્તવમાં, સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું હતું. આકાશમાં વાદળો ભેગા થયા અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ શરૂ થયો. વાવાઝોડું એટલું જોરદાર હતું કે ઘાટકોપરની સમતા કોલોનીમાં રેલવે પેટ્રોલ પંપ પર લાગેલું એક વિશાળ હોર્ડિંગ નીચે પડી ગયું. હોર્ડિંગ નીચે 88 લોકો દટાયા હતા. જે બાદ બૂમો પડી હતી. પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ટીમે હોર્ડિંગ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement