For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

સ્વ.હીરાબા પંચમહાભૂતમાં વિલીન:હીરાબા હવે યાદોમાં રહી ગયા!

09:49 AM Dec 30, 2022 IST | Editor's Desk
સ્વ હીરાબા પંચમહાભૂતમાં વિલીન હીરાબા હવે યાદોમાં રહી ગયા

માતા હીરાબાનું નિધન થયા બાદ તેઓની અંતિમ યાત્રા નીકળી અને સ્મશાન પહોંચ્યા બાદ નરેન્દ્ર ભાઈ મોદી સહિત ચારેય ભાઈઓએ માતાને મુખાગ્નિ આપ્યો હતો.
આ ક્ષણે મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક બન્યા હતા.
માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા.
અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો.

અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં આજે શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

Advertisement
Advertisement